• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*થરા જલારામ મંદિરે દર્શનનો લાભ લેતા બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી*   *કાંકરેજ ધારાસભ્ય કીર્તીસિંહજી વાઘેલા સહિત અનેક આગેવાનોની પણ ઉપસ્થિતિ*

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને બનાસ ડેરીના ઉત્સાહી ચેરમેન શંકરભાઈ ચૌધરી થરા નગરપાલિકાના એક કાર્યક્રમમાં પધારતાં તેમણે થરા જલારામ મંદિરે દર્શન કરી આશીર્વાદ લીધા હતા.

આ શુભ અવસરે કાંકરેજના કર્મઠ ધારાસભ્ય કીર્તીસિંહજી વાઘેલા,પ્રભારી નંદાજી ઠાકોર,જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ,મહામંત્રીઓ ડાયાભાઈ પિલિયાતર,કનુભાઈ વ્યાસ,દીલીપભાઈ ઠાકોર,એ.પી.એમ.સી. ચેરમેન અણદાભાઈ પટેલ,પૂર્વ મહામંત્રીઓ અચરતભાઈ ઠકકર,ભારતસિંહ ભટેસરીયા તેમજ ભાજપ આગેવાનો સર્વ પૃથ્વીરાજસિંહજી વાઘેલા,હંસપુરી ગોસ્વામી,અમીભાઈ દેસાઈ,કનુભાઈ બી.આચાર્ય,ઈશુભા વાઘેલા,નિરંજનભાઈ ઠકકર,તરૂણભાઈ ઠકકર સહિત અનેક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

જલારામ મંદિરના પૂજારીજીએ સૌનું કંકુતિલકથી સ્વાગત કરી પૂજ્ય જલારામબાપાની ચરણપાદૂકા માથા ઉપર મૂકી આશીર્વાદ આપ્યા હતા.બનાસકાંઠા,ગુજરાત અને સમગ્ર ભારતમાંથી કોરોના નેસ્તનાબૂદ થાય તે માટે સૌ આગેવાનોએ પ્રાર્થના કરી હતી.થરા જલારામ મંદિરની વ્યવસ્થા,આયોજન,અન્નક્ષેત્રની સુઘડ કામગીરી અને સુચારૂ વહીવટથી સૌએ અત્યંત રાજીપો વ્યકત કર્યો હતો.ભોજનપ્રસાદની વ્યવસ્થા પ્રખર જલારામ સેવક અચરતભાઈ ઠકકરના નિવાસસ્થાને કરવામાં આવી હતી જ્યાં ભાજપ શહેર પ્રભારી નિરંજનભાઈ ઠકકર અને પરિવારે સૌનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જીવનદર્શન* *ભારત દેશની એકતા, અખંડિતતા અને મજબૂતાઈ માટે સક્રિય રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું પ્રેરણાદાયી શતાબ્દિ મહોત્સવ વર્ષ*

editor

*HELLO MORBI NEWS: મોરબીમાં સ્મોલ ઇન્ડસ્ટ્રિયલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા હસ્તકળા માટેનું પ્રદર્શની સહ વેચાણ કાર્યક્રમનું આયોજન કરાયું*

editor

*HELLO MORBI:પ્રાકૃતિક કૃષિ આજના સમયની તાતી માંગખેતીના વિકાસ, ખેડૂતની સમૃદ્ધિ માટે પ્રાકૃતિક ખેતી એક ઉત્તમ પહેલ*

editor

Leave a Comment