
જીસીઇઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જામનગર દ્વારા વર્ષ 2020-21 માં ટીમ્સના માધ્યમથી ઓનલાઈન ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ. જેમા જોડિયા તાલુકાની હડિયાણા તાલુકા શાળાએ વિભાગ 2 માં ભાગ લીધેલ. શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરતા બાળકો નકુમ ઉદય અને કુબાવત વૈભવ દ્વારા શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષકની મદદથી સ્વાસ્થ્ય, આરોગ્ય અને સ્વચ્છતા વિષય ઉપર હેન્ડ સેનિટાઈઝર મશીન બનાવવામાં આવેલ. આ મોડેલની જિલ્લા લેવલે પ્રથમ ક્રમાંકે પસંદગી થતા હવે જામનગર જિલ્લાના મોડેલ તરીકે આ કૃતિ સ્ટેટ લેવલે રજુ કરવામાં આવશે. શાળા દ્વારા મેળવવામાં આવેલ આ સિદ્ધિને જોડિયા તાલુકાના શિક્ષણ વિભાગે તથા સમસ્ત હડિયાણા ગ્રામજનોએ બિરદાવી શાળાને ખૂબ ખૂબ અભિનંદન આપેલ છે…..
શરદ એમ.રાવલ.. હડિયાણા…..
