• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં ઓફિસમાંથી 35 બોટલ દારૂ ઝડપાયો સીટી એ-ડિવિઝન સ્ટાફે વાવડી રોડ ઉપર દરોડો પાડયો*

મોરબી : મોરબી સીટી એ ડિવિઝન સર્વેલન્સ ટીમે બાતમીને આધારે વાવડી રોડ ઉપર ઓફિસમાં દરોડો પાડી વિદેશી દારૂની 35 બોટલ સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.

 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન પો.કોન્સ. ચકુભાઇ કરોતરાને બાતમી મળી હતી કે, પૃથ્વીરાજસિંહ દીલુભા ઝાલા (રહે.મોરબી, વાવડી રોડ, સોમૈયા સોસાયટી) પોતાની વાવડી રોડ બાપા સીતારામ મઢુલી પાછળ આવેલ પોતાની ઓફીસમાં ઇંગ્લીશ દારૂ રાખી વેચાણ કરે છે.

જે હકીકતને પગલે પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા આરોપી પૃથ્વીરાજસિંહ દીલુભા ઝાલાની ઓફિસમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મેકડોવેલ્સ નં.૧ સુપરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોરસેલ ઇન હરીયાણા ઓન્લી લખેલી કાચની ૭૫૦ એમ.એલ. સીલબંધ બોટલો નંગ. ૩૫, કિ.રૂ. ૧૦,૫૦૦નો મુદામાલ મળી આવતા કબ્જે કરી આરોપી વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે.

દરોડાની સફળ કામગીરી પોલીસ ઇન્સપેકટર બી.પી.સોનારા, પો.સબ.ઇન્સ. એસ.એમ.રાણા, પો.હેડ.કોન્સ. મહાવીરસીંહ પરમાર, કિશોરભાઇ મિયાત્રા, રામભાઇ મંઢ, પો.કોન્સ. ભાનુભાઇ બાલસરા, ચકુભાઇ કરોતરા, ભરતભાઇ હુંબલ, ભાવેશભાઇ મિયાત્રા, આશીફભાઇ રાઉમા, સંજયભાઇ બાલાસરા તથા સમરતસિંહ ઝાલા વગેરેએ કરી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત જિલ્લાકક્ષાનો યુવા રોજગાર અને કૌશલ્ય સશક્તિકરણ સમારંભ યોજાયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જીલ્લામાં જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી “લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન” નું શુભારંભ કરવામાં આવેલ*

editor

*HELLO MORBI NEWS:મોરબીમાં બેલા પાસે મળેલી અજાણી લાશની ઓળખ મેળવવા તજવીજ શરૂ*

editor

Leave a Comment