• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ના ધારાસભ્ય શ્રી બ્રિજેશ મેરજા ના કાકા નું દુઃખદ અવસાન*

મોરબી માળીયા ના ધારાસભ્ય શ્રી બ્રિજેશ મેરજા અને પાટણ ડી ડી ઓ શ્રી રમેશ મેરજા ના કાકા શ્રી સુંદરજીભાઈ માવજીભાઈ મેરજા નું 85 વર્ષ ની વયે દુઃખદ અવસાન થયું છે, શ્રી સુંદરજીભાઈ મેરજા ચમનપર ગામના બિનહરીફ સરપંચ તરીકે તેમજ શ્રી માળીયા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ ના ડાયરેક્ટ તરીકે સેવા આપી હતી, માળીયા તાલુકા માં તેમનું નામ એક નીડર આગેવાન તરીકે હોસભેર લેવાતું હતું, માળીયા ના કાંઠા ના ગામો ના ખેડૂતો ને રોઝ ના ત્રાસ માંથી ઉગારવા 1994 માં ઉપવાસ સાથે ખેડૂત આંદોલન કરેલું, તત્કાલીન કલેકટર શ્રી જગદીશન ચમનપર દોડી આવેલ, ખેડૂતો ને રોઝ ના ત્રાસ માંથી ઉગારવા ખાત્રી આપતા તેમના હાથે પારણાં કર્યાં હતા.તેમના અવસાન થી મોરબી પંથકે એક સેવા ભાવિ અને જાગૃત ખેડૂત આગેવાન ગુમાવ્યા છે,ચમનપર ગામે તેમના અંતિમ સંસ્કાર માં ધારાસભ્ય શ્રી બ્રિજેશ મેરજા, IAS શ્રી રમેશ મેરજા જોડાયા હતા.

Related posts

*HELLO MORBI:*મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ.છબીલદાસ કરમશીભાઈ કોટેચા પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન અને સંકલન બેઠક યોજાઈ*

editor

*HELLO MORBI NEWS:ડીસાના સેવાભાવી અગ્રણી ભગવાનભાઈ બંધુએ એમનો લગ્નદિવસ ટેટોડા ખાતે ગૌમાતાઓની સાક્ષીએ ઉજવ્યો*

editor

Leave a Comment