• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર પંથકમાં ચોમાસાની ઋતુ અંતર્ગત ગાબડા ધારી માર્ગ હોવાથી ગ્રામ્ય વિસ્તારની પ્રજાને અકસ્માતનો ભય*

“15 મા નાણાપંચ ગામ પંચાયતમાં જમા હોવા છતાં વિકાસ લક્ષી કાર્ય માં બ્રેક વાગી!”

 

હાલ કોરોના હલવો થયો હોય જેના અનુસંધાને સરકાર દ્વારા પ્રજાહિત કાર્યને વિકાસની દિશામાં વેગ આપી રહી તેમ ગુજરાતના મોટાભાગના શહેર-જિલ્લામાં સરકારી આવાસ ના ખાતમુરત સહિત વિવિધ લક્ષ્ય વિકાસના નેતાઓ હસ્તે ખાતમુહૂર્ત થયાં છે જ્યારે મોરબી જીલ્લાના વાંકાનેર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં કોરોના મહામારી અંતર્ગત વિકાસ કાર્યોની આશરે દોઢેક વરસ જેટલા લાંબા ગાળાથી મંજૂર થયેલા અને ગામ પંચાયત દ્વારા મંજૂરી અર્થે માંગણી કરેલ હોય તેવા માર્ગો ને વિકાસ લક્ષી કાર્યને ઝડપી વિકાસની દિશામાં વળાંક આપવામાં આયોજન મોટો અભાવ હોય તેમ વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોના જોખમી અકસ્માત જનક માર્ગો બન્યા છે જેથી ગ્રામ્ય વિસ્તારની પ્રજાને ચોમાસા દરમિયાન અકસ્માત જેવો સતત ભય રહ્યો છે ત્યારે સરકાર દ્વારા 15 મા નાણાપંચ મોટાભાગની ગામ પંચાયત પણ વિકાસ લક્ષી કાર્ય અંતર્ગત ગ્રાન્ટ ખાતામાં જમા કરી હોવાનું વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી જાણવા મળે તો તે ગ્રાન્ટને આયોજનપૂર્વક ગ્રામ્ય વિસ્તાર ના પ્રજાહિત વિકાસ કાર્યોમાં ઝડપી સમયસર વાપરવામાં આવે તો વિકાસ લક્ષી સરકાર મા વિકાસ કાર્યોમાં વાંકાનેર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવે તો ચોમાસામાં મતદાર પ્રજાને હાલાકી હળવી થાય અને ગ્રામ્ય વિસ્તારનો ખરા અર્થમાં વિકાસ થાય એવું મોટાભાગના ચૂંટાયેલા સદસ્યો સરપંચો મા ચર્ચાના ચકડોળે ચડયું છે અત્રે નોંધનીય છે કે વાંકાનેર પંથકમાં સરપંચ એકતા સંગઠન એસોસિયેશન ના હોવાના કારણે ગ્રામ્ય વિસ્તારમાં સરકારી યોજના અંતર્ગત મતદાર પ્રજાને વિવિધ માહિતીઓ થી વંચિત રહેતા હોવાનું પણ વાંકાનેર પંથકની ગ્રામ્ય વિસ્તાર ની મતદાર પ્રજામાં ચર્ચાના ચકડોળે રહ્યું છે

 

હાલ વાંકાનેર પંથકના માર્ગો મજબૂત બનાવવા માટે વિવિધ સંસ્થાઓ દ્વારા માગણી ઉઠવા પામી છે

 

જેમાં વાંકાનેર થી રાજાવડલા નો માર્ગ મજબૂત બનાવવા શિવસેના દ્વારા લાગતા વળગતા અધિકારીઓ સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે

 

જ્યારે અન્ય ગ્રામીણ વિસ્તારોમાં જે તે ગ્રામ્ય વિસ્તારના સરપંચ તેમજ અગ્રણીઓ આગેવાનો દ્વારા મૌખિક અને લેખિતમાં ફરિયાદો ઉઠવા પામી છે

 

જે વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાં ચોમાસાની ઋતુમાં મેડિકલ સારવાર અંતર્ગત કે શહેરમાં ખરીદી માટે ખેડૂતો અને ગ્રામજનોને માર્ગ ગાબડા ધારી હોવાથી હાલાકી પડી રહી છે એ જિલ્લા કક્ષાના અધિકારીઓ કે સ્થાનિક ફરજ નિષ્ઠ કર્મચારીઓ પ્રજાના મતથી સત્તા પ્રાપ્ત કરનાર ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિ એ ભુલવું ના જોઈએ વાંકાનેર પંથકના જોખમી માર્ગો તસવીરમાં સમસ્યાઓ ની વેદના રૂપે નજરે પડે છે!

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જોડિયા: રામવાડી ખાતે ઉદાસીન સંત શ્રી ભોલેબાબાજી ની ૪૦ મી પુણ્યતિથી નિમિત્તે , સંતવાણી અને ભંડારા કાર્યક્રમ યોજાશે*

editor

*HELLO MORBI: આદર્શ નિવાસી કુમાર શાળા-રફાળેશ્વર ખાતે ‘અમૃત કળશ યાત્રા’ની ઉજવણી કરાઈ*

editor

*ટંકારામાં 54 વર્ષ થી ભવાની ગરબી મંડળ માં પ્રાચીન ગરબાઓની રમઝટ બોલાવતી મહિલાઓ*

Hello Morbi

Leave a Comment