• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા કક્ષાની સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક (હાડકા) ના ડોકટરની નિમણૂંક કરાઈ*

 

(જનક રાજા દ્વારા) મોરબી : મોરબીની સિવીલ હોસ્પિટલમાં લાંબા સમયથી નિષ્ણાંત ડોકટરોની ઘટને ધ્યાને લઈને સામાજીક કાર્યકરો, આગેવાનો અને હોસ્પિટલ તંત્ર દ્વારા ઉચ્ચકક્ષાએ રજુઆતો કરવામાં આવી હતી. જે રજુઆત અન્વયે ઓર્થોપેડિક (હાડકા)ના ડોકટરની નિમણુંક કરાઈ છે

 

મોરબી સિવીલ હોસ્પિટલમાં છેલ્લા ધણા સમયથી વિવિધ નિષ્ણાંત ડોકટરોની ઘટ હતી જેથી નિષ્ણાંત ડોકટરોની નિમણુક મામલે શહેરના સામાજીક કાર્યકર રાજુભાઈ દવે, જીજ્ઞેશભાઈ પંડ્યા,જગદીશભાઈ બાંભણીયા, જનક રાજા,અશોક ખરચરીયા સહિતના સામાજીક કાર્યકરો તેમજ રાજકીય આગેવાનો અને હોસ્પિટલ તંત્ર દ્વારા સરકાર પાસે વારંવાર રજુઆતો કરી ખાલી પડેલી મહત્વપૂર્ણ ડોકટરોની જગ્યાઓ ભરવા માંગણીઓ કરવામાં આવી હતી. આ રજૂઆતોને લઈને મોરબી સિવીલ હોસ્પિટલમાં ડો. મયુર કાલરીયાની ( ઓર્થોપેડિક સર્જન) હાડકાના ડોકટરોની 11 માસ માટે નિમણુંક કરવામાં આવતા હવે હોસ્પિટલના રૂમ નંબર 7 માં ઓર્થોપેડિક સર્જનની મંગળ,ગુરૂ, અને શનિવાર ઓપીડી શરૂ કરવામાં આવી છે. અને ટુંક સમયમાં જરૂરીયાતવાળા દર્દીઓ માટે ઓપરેશન સેવા પણ ચાલુ કરવામાં આવશે. જે સેવાનો વધુમાં વધુ લોકોને લાભ લેવા હોસ્પિટલના ઈન્ચાર્જ અધિક્ષક ડો. દુધરેજીયા, અને આરએમઓ ડો. કે.આર.સરડવાએ અનુરોધ કર્યો છે.

Related posts

*મોરબીમાં* *કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી મોરબી ખાતે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ હતી*

Hello Morbi

*મોરબી ખ્વાજા ગરીબ નવાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સખી દાતાઓ સમક્ષ મદદની અપીલ*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી:આયુષ હોસ્પિટલમાં ન્યુરો વિભાગ દ્વારા જટિલ સર્જરી સફળતાપૂર્વક કરવામાં આવી*

editor

Leave a Comment