• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા તલાટી મંત્રી ઓ દ્વારા કામનો બહિષ્કાર 1 ઓક્ટોમ્બર થી ધરણા સહિતના કાર્ય કર્મો નું એલાન*

શરદ એમ.રાવલ.. હડિયાણા…આજ રોજ જોડિયા ખાતે તલાટીઓએ કરી પેંનડાઉન પંચાયતો ના કામકાજ ખોરવાયા.

પડતર માગણી મુદ્દે રાજ્યભરના તલાટીઓએ કામનો બહિષ્કાર કર્યો. 1 ઓક્ટોબર થી ધરણા સહિત ના કાર્યક્રમો એલાન.

રાજ્ય ના 9000 જેટલા તલાટી મંત્રીઓએ આજે પડતર માગણીઓ મુદ્દે “પેન ડાઉન” કરી ને વિરોધ નોંધાવ્યો છે.આ સાથે તલાટીઓ દ્વારા 1 ઓક્ટોબર થી ધરણાં સહીતના કાર્યક્રમો નું એલાન પણ આપવામાં આવ્યું છે. આજે તલાટી ઓ પોતેપોતાની કચેરી ઓમાં હાજર છે.પરંતુ કામથી અળગા રહેતા.કચેરીમાં કામો ટલ્લે ચડીયા હતા.તલાટી ઓ છેલ્લા ઘણા સમયથી પોતાની નોકરી સળગ ગણવા ગામદીઠ તલાટી મંત્રીઓની નિમણૂક કરવા. બઢતીના અટવાય ગયેલા હુકમો મજૂર કરવા ઉપરાંત રેવન્યુ તલાટી સમક્ષ પે.ગ્રેડ આપવા સહિતની માગણી કરી રહ્યા છે. પરંતુ સરકાર દ્વારા તેનો કોઇ જ ઉકેલ લાવવામાં નહીં આવતા.અંતે આજે રાજ્યના 9000 જેટલા તલાટી ઓ પોતાની પેન ડાઉન કરીને વિરોધ નોંધાવી રહ્યા છે.પરંતુ જો તેનાથી કોઇ નિરાકરણ નહીં આવતા તા.1 ઓક્ટોબર થી ધરણાં સૂત્રોચ્ચાર સહિતના કાર્યક્રમો આપવામાં આવશે.અને આ કાર્યક્રમ જ્યાં સુધી ઉકેલ નહીં આવે.ત્યાં સુધી યથાવત રહેશે.તેવી જાહેરાત કરવામાં આવી છે.બીજી બાજુ આજે સોમવાર હોવાથી ગામડામાં રહેતા.અનેક અરજદારો દાખલા કઢાવવા સહીતની કામગીરી માટે પચાયત કચેરી એ પહોંચ્યા હતા.પરંતુ પેંનડાઉન હોવાના કારણે ત્યાં હાજર હોવા છતા તલાટી મંત્રીઓ કામગીરીથી અળગા હોવાના કારણે અરજદારોને ધક્કો ખાવો પડયો હતો. ઉલ્લેખનિય છે કે રાજ્ય તલાટી મંડળ દ્વારા પોતાની પડતર માંગણીઓને સાથે અવારનવાર રજુઆત કરવામાં આવી હતી.છતાં રાજ્ય સરકારે તેમની માગણીઓ સ્વીકારી નથી.જેથી મંડળ દ્વારા વિરોધ કાર્યક્રમ ની જાહેરાત કરવામાં આવી હતી.આજના પેનડાઉનના કાર્યક્રમમાં જોડિયા ના તમામ તલાટી ઇ જોડાયા હતા.તલાટીઓ ની હડતાલને પગલે ગ્રામ પંચાયતોમાં વહીવટી કામગીરી અટકી પડી હતી….

 

Related posts

*જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા કરાયો યાત્રા-પ્રવાસ*

Hello Morbi

*મોરબી:રવાપર પાસે આવેલ બોનીપાર્કમા તા ૨૦ ઓક્ટોબર ના નાટક અને કોમિક ભજવાશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: અવારનવાર મારામારી તથા વ્યાજના ગુનામાં પકડાયેલા ઈસમને પાસા તળે ડીટેન કરતી મોરબી સીટી એ ડિવિઝન પોલીસ*

editor

Leave a Comment