• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં*  *નવરાત્રી મહોત્સવમાં તલવાર રાસ રજુ કરતી બાળાઓ*

નવરાત્રી મહોત્સવના છેલ્લા દિવસે સનાળા ગામની 4 બાળાઓએ રજુ કર્યાે તલવાર રાસ

 

(જનક રાજા દ્વારા) મોરબી : મોરબીમાં માં આદ્યશક્તિની ઉપાસનાના મહાપર્વ નવરાત્રી મહોત્સવમાં ઠેરઠેર પ્રાચીન ગરબીઓ અને રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં ગતરોજ નવરાત્રી પર્વના અંતિમ દિવસે પ્રાચીન ગરબીઓમાં વિવિધ પ્રોગ્રામો રજુ કરવામાં આવ્યા હતા. ત્યારે શહેર ના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી ખાતે પ્રથમ વર્ષ આયોજીત રાસોત્સવમાં શનાળા ગામની 4 બાળાઓએ તલવાર રાસ રજુ કરી ઉપસ્થિત સહુને મંત્રમુગ્ધ કરી દીઘા હતા.

મોરબી પંથકમાં શેરીએ-શેરીએ કે પ્રાચીન ગરબીઓમાં રાસ ગરબાની રમઝટ જામી હતી. જો કે કોરોનાની ગાઈડલાઈનને ધ્યાને લઈને મર્યાદિત બાળાઓ અને લોકોની હાજરી વચ્ચે જ શેરી ગરબીઓ યોજાઈ રહી હતી.જેમાં નાની બાળાથી લઈને મોટી બાળાઓ પણ રાસ ગરબે ઝૂમીને માતાજીની ભક્તિમાં તલ્લીન બની હતી.ત્યારે આ ચાલું વર્ષ શહેરના દલવાડી સર્કલ પાસે આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં પ્રથમ વખત રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં નવરાત્રી પર્વના અંતિમ દિવસે શનાળા ગામની ઝાલા જાહન્વીબા લવભદ્રસિંહ,ઝાલા જીયાબા લવભદ્રસિંહ, જાડેજા હરેશ્વરીબા વિક્રમસિંહ, ગોહેલ ઉવર્શીબા પૃથ્વીરાજસિંહ નામની 4 બાળાઓએ તલવાર રાસ રજુ કરી ઉપસ્થિત સર્વ ને મંત્રમુગ્ધ કરી દીઘા હતા.

Related posts

*મોરબીમાં કરફ્યુમાં હોટલ-લોજ, ટ્રાવેલ્સ, બેકરી ખુલ્લી રાખનાર ધંધાર્થીઓ ઝડપાયા*

Hello Morbi

*મોરબી શહેર યુવા કોંગ્રેસ નાં પ્રમુખ તરીકે દલવાળી સમાજ ના મહીપત પરમાર ની નિમણુક*

Hello Morbi

*HELLO MORBI NEWS:ટંકારા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી*

editor

Leave a Comment