• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઘાટવડ માં જશ્ને ઈદે મિલાદ્દુનબી નું જુલુસ કોમી એકતા અને ભાઈચારાની સાથે કાઢવામાં આવ્યું*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘાટવડ માં શાંતિ અને ભાઇચારાના પ્રતીક સમાન અને સમગ્ર માનવજાત માટે આશીર્વાદ રૂપ એવા ઇસ્લામ ધર્મના પેગમ્બર સાહેબ ના જન્મદિવસની ઉજવણી કરવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઘાંટવડ ગામ માં જાગ્રત શાહ બાબાની દરગાહ ના હુસેની ચોકમાં ઈશાની નમાઝ બાદ મીલાદ શરીફ રાખવામાં આવી હતી અને મીલાદ શરીફ બાદ આમ ન્યાજ અલગ અલગ કમિટી ઓ દ્વારા ન્યાજ ના પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા સરકારની ગાઈડ લાઈન પ્રમાણે જશ્ને ઇદે મિલાદુન્નબી નું જુલૂસ કાઢવામાં આવ્યું હતું જેમાં હાજર મુસ્લીમ એકતા મંચ ના તાલુકા પ્રમુખ શબ્બીર ભાઈ સેલોત

તથા ભાજપ લઘુમતી મોરચા ના તાલુકા પ્રમુખ ઈકબાલ ભાઈ ચૌહાણ તથા ભાજપ લઘુમતી મોરચા ગીર સોમનાથ ના ઉપ પ્રમુખ ઈકબાલ ભાઈ ડાર તથા મુસ્લીમ સમાજ ના પૂર્વ પ્રમુખ ઈકબાલ ભાઈ સેલોત તથા યુનુસ ભાઈ સેલોત તથા ઘાંચી મુસ્લીમ સમાજ ના આગેવાનો એ હાજરી આપી હતી મુસ્લિમ સમાજના પ્રમુખ આદમ ભાઈ પટેલ ની આગેવાની હેઠળ બારમી શરીફ ની બાર મીલાદ કરવામાં આવી હતી અને આજે 19 ઓક્ટોબર મંગળવાર ના રોજ ઈદ મિલાદુનનબ્બી હોવાથી જુલુસ , કોમી એકતા અને ભાઈચારાથી હૂસેનીચોક થી લઈને સુન્ની મુસ્લિમ જમાત કબ્રસ્તાન સુધી શાંતિપૂર્વક જુલુસ કાઢવામાં આવ્યું હતું અને જશને ઈદે મિલાદ ઉન નબી નો તહેવાર શાંતિથી અને ભાઈચારાથી ઉજવવા ની અપીલ આદમ ભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી

 

Related posts

*હડીયાણા ખાતે આઇ સોનલ માતાજી ના જન્મ દિવસ ની ઉજવણી કરાઇ*

Hello Morbi

*શ્રી જલારામ સત્સંગ મંડળ ડીસા દ્રારા જાણીતા સેવાભાવી વૈધરાજ કાંતિભાઈ માળીનું કરવામાં આવેલ શાનદાર સન્માન*

Hello Morbi

*કોડીનાર ના ઘાંટવડ ગામ માં કૃષ્ણ જન્માષ્ટમી ની ધૂમ…હજારો ભક્તો ની સંખ્યા સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી*

Hello Morbi

Leave a Comment