• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પાંચ રાજ્યમાં વિધાનસભા ૨૦૨૨ તારીખ જાહેર થય!*

દેશનાં પાંચ રાજ્યમાં આ વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત . ઈલેક્શન કમિશન બપોરે 3.30 વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ શરૂ કરી . કોન્ફરન્સમાં ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં ચૂંટણીની તારીખોની આજે જાહેરાત કરીશે. પ્રેસ કોન્ફરન્સમાં ચીફ ઈલેક્શન કમિશનર સુશીલ ચંદ્રાએ કહ્યું કે, કોરોનાના સમયગાળામાં ચૂંટણી યોજવી પડકારજનક છે. ચૂંટણીમાં કોવિડ નિયમોનું પાલન થવું ખૂબ જરૂરી છે.

 

પ્રેસ કોન્ફરન્સ:અપડેટ્સ

 

10 ફેબ્રુઆરીએ ઉત્તરપ્રદેશમાં પહેલાં તબક્કાનું મતદાન

14 ફેબ્રુઆરીએ યુપીમાં બીજા તબકકાનું મતદાન

ગોવા-ઉત્તરાંખડમાં

5 રાજ્યોની ચૂંટણી 7 તબક્કામાં થશે, ગોવા-ઉત્તરાખંડમાં એક જ તબક્કામાં ચૂંટણી થશે

રાજકીય પક્ષોને ડિજિટલ પ્રચાર માટે કહેવામાં આવ્યું

ડોર ટૂ ડોર પ્રચારમાં 5 વ્યક્તિને મંજૂરી

મતદાનના સમયમાં 1 કલાકનો વધારો કરાયો

15 જાન્યુઆરી સુધી રોડ શો, પદયાત્રા, સભા પર પ્રતિબંધ, વિજય સરઘસ પણ કાઢી નહીં શકાય

80+ વૃદ્ધો અને કોવિડ પ્રભાવિતોને પોસ્ટલ બેલેટની સુવિધા અપાશે

આ વખતે એક બુથ પર 1250 મતદારો મતદાન કરી શકશે. ગઈ ચૂંટણીની સરખામણીએ 16 ટકા બૂથ વધી ગયા છે. 1620 બુથને મહિલા પોલિંગકર્મી મેનેજ કરશે. 900 ઓબ્ઝર્વર ચૂંટણી પર નજર રાખશે. ચૂંટણી પંચે સરકારી કર્મચારીઓ સિવાય 80 વર્ષથી વધુની ઉંમરના નાગરિકો, દિવ્યાંગો અને કોવિડ પ્રબાવિત લોકો માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગેરકાયદેસર પૈસા-દારૂની હેરફેર પર નજર રખાશે

દરેક પક્ષ માટે સુવિધા એપ તૈયાર કરવામાં આવી છે

મતદારો માટે C-VIGIL એપ તૈયાર કરાશે

5 રાજ્યોની ચૂંટણીમાં કુલ મતદારો 18.34 કરોડ છે. તેમાં મહિલા મતદારોની ભાગીદારી 8.55 કરોડ છે. કુલ 24.9 લાખ મતદારો એવા છે જેઓ પહેલીવાર મતદાન કરશે. તેમાંથી 11.4 લાખ છોકરીઓ પહેલીવાર મતદાર બની છે.

CEC ચંદ્રાએ કહ્યું કે, ચૂંટણી પંચે 3 લક્ષ્યાંકને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે. આ લક્ષ્ય છે, કોવિડ સેફ ઈલેક્શન, સરળ ઈલેક્શન અને મતદારોની વધુને વધુ ભાગીદારી

5 રાજ્યોની 690 વિધાનસભા સીટ પર મતદાન થશે.

દરેક બુથ પર 1250 મતદારો મતદાન કરી શકેશે

ગોવા અને મણિપુરમાં અમેદવાર 28 લાખ સુધીનો ખર્ચ કરી શકશે, અન્ય ત્રણ રાજ્યોમાં દરેક ઉમેદવાર રૂ. 40 લાખ સુધીનો ચૂંટણી ખર્ચ કરી શકશે.

ચૂંટણીના ખર્ચની મર્યાદા

ઈલેક્શન કમિશને શુક્રવારે જ કેમ્પેનિંગ માટે ઉમેદવારના ખર્ચની મર્યાદા વધારી દીધી હતી. હવે લોકસભા ચૂંટણી દરમિયાન ઉમેદવાર પોતાના પાર્લમેન્ટરી વિસ્તારમાં વર્ષ 2014માં નક્કી કરવામાં આવેલા 70 લાખ રૂપિયાની જગ્યાએ 95 લાખ રૂપિયા અને 54 લાખ રૂપિયાની જગ્યાએ 75 લાખ રૂપિયા ખર્ચ કરી શકશે.આ રીતે વિધાનસભા ચૂંટણી દરમિયાન 28 લાખ રૂપિયાની જગ્યાએ 40 લાખ રૂપિયા અને 20 લાખ રૂપિયાની જગ્યાએ 28 લાખ રૂપિયાનો ખર્ચ કરી શકશે. કમિશને આ ખર્ચની સીમા એની એક કમિટીએ કરેલી ભલામણના આધારે વધારી છે.

 

વેક્સિનેટેડ લોકોને જ બૂથમાં એન્ટ્રી આપવામાં આવી શકે છે

કોરોનાની વચ્ચે ચૂંટણીમાં મતદાન કેન્દ્રો પર વેક્સિનના બંને ડોઝ નહિ લગાડનારની એન્ટ્રી બંધ કરવામાં આવી શકે છે. જોકે હજી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. એના માટે ગુરુવારે ઈલેક્શન કમિશન અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની વચ્ચે થયેલી બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં દેશમાં વધતા કોરોનાના મામલાને કારણે સર્જાયેલી સ્થિતિનું એનાલિસિસ કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય સચિવે ઈલેક્શન કમિશનને દેશમાં કોવિડની સ્થિતિ વિશે માહિતી આપી હતી.

Related posts

*જાંબુડા અને મોટી બાણૂગર ખાતે કોરોના વેક્સિન આપવામાં આવી*

Hello Morbi

*HELLO MORBI: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ૭૭માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને પ્રજાજોગ સંદેશ પાઠવશે*

editor

*ટંકારા કન્યા શાળા ખાતે જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી અંતર્ગત જ્ઞાનકુંજ પ્રોજેક્ટના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો* 

Hello Morbi

Leave a Comment