• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજકોટ જિલ્લાના મુસ્લીમ એક્તા મંચ ના જિલ્લા પ્રભારી તરીકે સિરાજ ભાઈ સિસોદિયા ની નિમણુંક કરવામાં આવી*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*               રાજકોટ જિલ્લાના જેતપુર ના ખ્યાતનામ એવા સામાજિક આગેવાન અને યુવા અગ્રણી સિરાજ ભાઈ સિસોદિયા ની નિમણૂક કરવામાં આવી હતી. મુસ્લીમ એકતા મંચના પ્રમુખ ઈમ્તીયાઝખાન પઠાણ પ્રદેશ પ્રમુખની સુચનાથી મુજીબુર્રહમાન કાદરી પ્રદેશ સંગઠન સચિવનાં નેતૃત્વમાં રાજકોટ જિલ્લાના પ્રભારી તરીકે સિરાજ ભાઈ સિસોદિયા જેતપુર વાળાની નિમણુંક કરવામાં આવે છે. રાજકોટ જિલ્લાના જેતપુર શહેર ના મુસ્લીમ એકતા મંચ ના પ્રમુખ તરીકેની સારી અને સફળકાર કામગીરી કરવા બદલ તેમને રાજકોટ જિલ્લાના પ્રભારી તરીકે બઢતી આપવામાં આવી હતી મુસ્લીમ એક્તા મંચ

ગુજરાત રાજ્યમાં સામાજિક સંગઠનોમાં મુસ્લીમ એકતા મંચ પોતાનું અલગ અને વૈવિધ્યપૂર્ણ અસ્તિત્વ ધરાવે છે. તેમજ મુસ્લીમ સમાજના તમામ વિકાસ અને સમસ્યાઓ સાથે કામ કરે છે. ગુજરાતમાં અનેક શાખાઓ, ઉપશાખાઓ સાથે મુસ્લીમ એકતા મંચ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ

વિસ્તરણ પામેલ છે. દિન પ્રતિદિન આ સંગઠન વિસ્તરણ અને વિકાસ પામી રહ્યુ છે. અનેક મુસ્લીમ યુવાનો તેમજ સામાજિક ભાવના ધરાવતા લોકો આ સંગઠનમાં જોડાઇ રહયા છે ત્યારે આ સંગઠન ના ગુજરાત પ્રદેશ ના રાજકોટ જિલ્લા ના જેતપુર તાલુકા ના યુવા અગ્રણી સિરાજ ભાઈ સિસોદિયા ની નિમણુક કરવામાં આવી…. તેમની કાર્યદક્ષતા તેમની સામાજિક ભાવના અને નિષ્ઠા તરીકે સાહસિકતા વિગેરે બાબતો ખૂબ જ ગણનાપાત્ર છે. આજે જયારે અનેક અગ્રણીઓ તેમજ સામાજિક આગેવાનોમાંથી યુવા અગ્રણી તરીકે મુસ્લીમ એકતા મંચના જિલ્લા પ્રભારી તરીકે નિમણુક કરતા અનેક સંગઠનો તેમજ લોકોએ તેમને શુભકામનાઓ પાઠવી હતી મુસ્લિમ એકતા મંચ દ્વારા રાજકોટ જિલ્લા ના જેતપુર શહેર ના મુસ્લિમ એકતા મંચ ના પ્રમુખ સિરાજ ભાઈ સીસોદીયા ને રાજકોટ જિલ્લા ના પ્રભારી બનાવતા રાજકોટ જિલ્લા મા સારી એવી નામના ધરાવતા અને ખુબ મોટુ ગ્રુપ ધરાવતા સિરાજ ભાઈ ને અભિનંદન અને મુબારક બાદીનો ધોધ વહી રહિયા છે અને વધુ મા સિરાજ ભાઈ એ જણાવ્યું હતું કે જિલ્લા ની અંદર જ્યા પણ મુસ્લિમ એકતા મંચ ની ટિમ નથી ત્યા વહેલી તકે ટિમ ની નિમણુંક કરવામા આવશે અને મુસ્લિમ એકતા મંચ સાથે જોડાવવા માંગતા રાજકોટ જિલ્લા ના કાર્યકરો મારા નંબર 97124 11111 પર કોન્ટેક્ટ કરી શકે છે

 

Related posts

*વિશાળ પોથીયાત્રા સાથે શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નો શુભારંભ*

Hello Morbi

*HELLO MORBI NEWS:તા.6 માર્ચ ગુરુવારે સવારે 10.52 થી હોળાષ્ટક પ્રારંભ થશે. જે 14 માર્ચે બપોરે 12.25 કલાકે પૂર્ણ થશે*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લા માટે ગૌરવની ક્ષણ* *મોરબી જિલ્લાએ ૮૩.૨૨ ટકા સાથે સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવી જ્વલંત સિધ્ધી મેળવી*

editor

Leave a Comment