• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજ્યમાં ધોરણ 1થી 9ના વર્ગોમાં આગામી 5 ફેબ્રુઆરી સુધી ઓનલાઇન શિક્ષણ અપાશે*

*પ્રવર્તમાન સ્થિતિ ધ્યાને લઇ વિદ્યાર્થીઓના વ્યાપક આરોગ્ય હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય*

…….

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યની શાળાઓમાં ધોરણ ૧થી ૯ના વર્ગોમાં આગામી તા. 5 ફેબ્રુઆરી 2022 સુધી, વર્ગખંડ શિક્ષણ એટલે કે ઓફ લાઈન એજ્યુકેશન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે*.

 

*મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરીને વિદ્યાર્થી- બાળકોના વ્યાપક આરોગ્યરક્ષા હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે*.

 

*રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ કોર કમિટીના આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે, આગામી તારીખ 5 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ધોરણ 1 થી 9ના વર્ગોમાં માત્ર ઓન લાઇન શિક્ષણ જ ચાલુ રહેશે*.

તેમણે કહ્યું કે રાજ્ય સરકારે આ અગાઉ ગત તા. 7મી જાન્યુઆરીએ નિર્ણય કર્યો હતો કે તા. 31 જાન્યુઆરી સુધી ધોરણ 1 થી 9 ના વર્ગોમાં ઓફલાઈન શિક્ષણ બંધ રાખવામાં આવશે.

આ નિર્ણયની સમયાવધિ આજે પૂર્ણ થતા કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કર્યા બાદ ઓફલાઈન- વર્ગખંડ શિક્ષણ હજી વધુ સમય એટલે કે, તારીખ 5 ફેબ્રુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ શિક્ષણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું

*તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર હવે તારીખ 5 ફેબ્રુઆરી એ સ્થિતિની પુનઃ સમીક્ષા કરીને શાળાઓમાં ક્લાસ રૂમ ટિચિંગ એટલે કે વર્ગ ખંડ શિક્ષણ અંગે યોગ્ય નિર્ણય કરશે*.

 

કોર કમિટીની આ બેઠકમાં આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલ,ગૃહ રાજ્ય મંત્રીશ્રી હર્ષ સંઘવી,મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી રાજકુમાર અને વરિષ્ઠ સચિવો પણ ઉપસ્થિત રહ્યા હતા. .

……..

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદીર ના અગ્રણીઓ દ્વારા ૧૫ બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ સહીત કુલ ૨૪૮ દીવંગતો ના અસ્થિઓનુ સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવા માં આવ્યુ*

editor

*મોરબી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા ગુરુ પૂર્ણિમા ના પાવન પર્વ નિમિતે સંતો-મહંતો નુ પુજન કરવા મા આવ્યુ*

Hello Morbi

*ટંકારા તાલુકામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની વરણી કરાઈ*

Hello Morbi

Leave a Comment