• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા સી આર સી હેઠળની પેટા શાળાઓની સી આર સી કક્ષા ની પુસ્તક વાચક સ્પર્ધા નું આયોજન કરાયું*

અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારાઆજરોજ તા. ૧૯/૦૨/૨૦૨૨ના ટંકારા સી.આર.સી. હેઠળની પેટા શાળાઓની સી.આર.સી. કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. જેમાં ટંકારા કુમાર તાલુકા શાળા, ટંકારા કન્યા શાળા,ગાયત્રીનગર તાલુકા શાળા, કલ્યાણપર પ્રા. શાળા, જબલપુર પ્રા. શાળા, હીરાપર પ્રા. શાળા, અમરાપર પ્રા. શાળા, તથા ટોળ પ્રા. શાળા દ્વારા શાળા કક્ષાએ ધો. ૬ થી ૮ ના વિજેતા વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ. વ્યવસ્થા તથા નિર્ણાયક તરીકે રસિકલાલ ભાગિયા(કે.નિ.-ટંકારા) બોસમીયા મોનિકાબેન, વાણિયા મિતાબેન, હોથી મિતલબેન, વડસોલા કિંજલબેન, રસિલાબેન દેવડા, કારેલિયા ગજેન્દ્રભાઇ, વિરમગામા રસિકલાલ, અને પટેલ બ્રિજેશભાઇ, અંદરપા સંજયભાઈએ સેવા આપેલ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેતનભાઇ ભાગિયાએ કરેલ અને આજની સ્પર્ધાની રજૂઆત અને સમજ અંગે જશવંતભાઇ ચાવડાએ યોગ્ય માર્ગદર્શન આપેલ.

આગામી તાલુકા કક્ષાએ પુસ્તક વાચક સ્પર્ધામાં ભાગ લેવા માટે ધો.૬ માં ફેફર માહી (હીરાપર પ્રા. શાળા), ધોરંણ ૭ માં વડગામા અમન (ટંકારા કુમાર તાલુકા શાળા) અને ધોરણ ૮ માં ઝાપડા જિજ્ઞેશ (ટંકારા કુમાર તાલુકા શાળા)ને વિજેતા જાહેર કરેલ. સી.આર.સી. કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધામાં બાળકોએ પોતાના કૌશલ્ય રજૂ કરવા બદલ સૌ શિક્ષકો અને વિદ્યાર્થીઓને સી.આર.સી.કો-ઓર્ડિ. શ્રી હેમતભાઇ ભાગિયાએ પ્રોત્સાહન પુરૂ પાડેલ. અંતમાં આભારવિધિ શ્રી ટંકારા કુમાર તા.શા.ના આચાર્યશ્રી પરેશભાઇ દુબરીયા કરેલ.

Related posts

*મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ના ચર્તુદશમ્ પાટોત્સવ નિમિતે કોરોના મા મૃત્યુ પામનાર દીવંગતો ના આત્મા ના શાંતિ અર્થે ધૂન-ભજન, મહાયજ્ઞ સહીત ના ત્રિવિધ કાર્યક્રમો યોજાયા*

Hello Morbi

*હડીયાણા પ્રાથમિક શાળા ના આચાર્ય નો પુત્ર ઝળક્યો*

Hello Morbi

*HELLO MORBI: મોરબીના શક્તિનગર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરાયું*

editor

Leave a Comment