• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની હડિયાણા કન્યા શાળા તેમજ આઈ.ઈ.ડી. વિભાગ જામનગરના શિક્ષકોએ પ્રતિનિધિત્વ કર્યું.*

શરદ એમ.રાવલ.

હડિયાણા.

શિક્ષણ વિભાગ ગુજરાત અને જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર આયોજીત રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઇડર ખાતે તા. ૧૩ થી ૧૫ માર્ચના રોજ યોજવામાં આવેલ. જેમાં રાજ્યના ૧૫૮ શિક્ષકોએ તેમના નવતર પ્રયોગ રજુ કરેલ. જેમાં પ્રાથમિક વિભાગમાં જોડિયા તાલુકાની શ્રી હડીયાણા કન્યા શાળાના બારૈયા દિવાંગીબેન માધવજીભાઈએ “મુલ્ય શિક્ષણની એક અનોખી રીત બાલવીર વાર્તા શ્રેણી” તેમજ માધ્યમિક વિભાગમાં આઈ.ઈ.ડી. વિભાગનાં ગોહિલ પંકજસિંહ દિલાવરસિંહ, ઝાલા મયુરધ્વજસિંહ લાખુભા અને હિંગોરજા ઝાહીદ અબ્દુલભાઈ દ્વારા “દિવ્યાંગ બાળકોનું શિક્ષણમાં સરળીકરણ” અંગેના નવતરપ્રયોગ રજુ કરી જામનગર જિલ્લાનું નેતૃત્વ કરેલ.

આ ઇનોવેશન ફેસ્ટીવલની મુલાકાત શિક્ષણ વિભાગના સચિવ શ્રી ડો. સચિવ વિનોદ રાવ, જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર નિયામકશ્રી ડો. પ્રફુલ્લભાઈ જલુ અને ભૂતપૂર્વ નિયામકશ્રી ટી.એસ.જોષી, ઇડર ડાયટના પ્રાચાર્ય ડો. કે.ટી.પોરણીયા, તેમજ રાજ્યના તમામ જીલ્લાના ડી.આઈ.સી., વિવિધ જિલ્લાના ડાયેટ પરિવાર, ડી.આઈ.સીઓ, કે.આર.પી.ઓ, મુલાકાતી પ્રાથમિક શિક્ષણાધિકારી, બી.આર.સી. કો-ઓર્ડિનેટરો, સી.આર.સી.કો.ઓ. અને શિક્ષકોએ આ નવતર પ્રયોગને નિહાળી અને બિરદાવેલ.

રાજ્ય કક્ષાએ ઇનોવેટીવ શિક્ષકોને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવેલ.

રાજ્ય કક્ષાએ જીલ્લાનું પ્રતિનિધિત્વ કરવા બદલ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર ડાયેટ પરિવાર, ડી.આઈ.સી. જિજ્ઞેશભાઈ કાનાણી અને કે.આર.પી. જયેશભાઈ ખાંટ અને બી.આર.સી. કો. ઓર્ડીનેટર આશિષકુમાર રામાનુજ, મનીષભાઈ ચાવડા અને સતીષભાઈ ખુબ ખુબ અભિનંદન પાઠવે છે…..

 

Related posts

*વઢવાણ ખાતે મુસ્લિમ દિવાન ફકીર ગ્રુપ દ્વારા ૫મો સમૂહ લગ્ન યોજાશે*

Hello Morbi

*HELLO MORBI: લાતીપ્લોટ મેઇન રોડ નરકાગ્રહમાં ફેરવાયો પ્રશાસનજાગે તેવી સ્થાનિકોની માંગ*

editor

*HELLO MORBI:ખુનના ગંભીર ગુનામાં સંડોવાયેલ કાચા કામના કેદી વચગાળાના જામીન ઉપરથી જેલ ફરારી થયેલ જેને પકડી જેલ હવાલે કરતી મોરબી પેરોલ ફર્લો સ્કવોડ / એલ.સી.બી.*

editor

Leave a Comment