• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*આજીવન સત્સંગી સદગત ભાનુબેન ખત્રીની અંતિમયાત્રામાં જોડાયા અસંખ્ય લોકો*

સમગ્ર જીવન ભકિત, સેવા અને સત્કાર્યોમાં જ સક્રિય રહેનાર ડીસાનાં ભાનુમતીબેન નાથાલાલ ખત્રીનું વ્રજભૂમિ સમાન ટેટોડાની ગૌશાળામાં હાર્ટએટેકથી નિધન થતાં ઉંડા આઘાત અને શોકની લાગણી પ્રસરી હતી.

જાણીતા ચિત્રકાર, લેખક, નિવૃત શિક્ષક નાથાલાલ ખત્રી ડીસામાં એક આગવો ચાહક વર્ગ ધરાવે છે તો તેમનો દીકરો જીગ્નેશકુમાર પણ મોટું મિત્ર વર્તુળ ધરાવે છે.સમગ્ર પરિવાર ખૂબ જ માયાળુ, મળતાવડું, લાગણીશીલ, સરળ તેમજ ભકિતમય હોવાને લીધે સદગત ભાનુબેનની અંતિમયાત્રામાં તમામ સમાજ-સંસ્થાઓના અસંખ્ય લોકો જોડાયા હતા.

શાંતિધામ સ્મશાન ભૂમિ ખાતે સદગત ભાનુબેનને શ્રધ્ધાંજલી અર્પણ કરવા યોજાયેલ પ્રાર્થનાસભામાં સર્વ ડો.નવીનકાકા,ભગવાનભાઈ બંધુ,ડો.અજયભાઈ જોષી,ડો.એસ.ટી.કોટક,જયંતિભાઈ ઓઢાવાળા,નટુભાઈ વ્યાસ, પી.વી.રાજગોર સહિત સૌએ સદગતના ગુણાનુવાદ કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.હનુમાન ચાલીસા,શાંતિમંત્ર,રામ સ્તુતિ તેમજ મૌન પાળીને પણ સદગત આત્માની ચિરશાંતિ માટે દિવ્ય પ્રાર્થના કરાઈ હતી.સૌ પ્રત્યે ૠણ સ્વિકારની લાગણી નાથાલાલ ખત્રી તેમજ જીગ્નેશભાઈ ખત્રી વ્યક્ત કરી હતી.

Related posts

*મોરબી જલારામ મંદિર દ્વારા મકરસંક્રાંતિ ના પર્વ નિમિતે સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટાકેદાર ઉંધિયા નુ વિતરણ*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા સંધીવાસ નજીક પટ્ટાં ફોર્ડ ફીગો કારમાં સંતાડી રાખેલ ઇંગ્લીશ દારૂ બોટલ નંગ- ૧૧૩ અને મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*થરાદના જલારામ ખીચડી ઘરની મુલાકાત લેતા ડીસાના જલારામ ભકતો*

Hello Morbi

Leave a Comment