• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

જૂનના ટંકારા મુકામે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ પ્રેરિત અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી તથા મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારા દ્વારા આયોજિત, ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કારકિર્દીલક્ષી મહત્વપૂર્ણ માર્ગદર્શન માટેનો ટંકારા તાલુકા કક્ષાનો એક કાર્યક્રમ યોજાઈ ગયો…*

▪️ *આ કાર્યક્રમ ઓનલાઇન અને ઓફલાઇન બને મોડ મા યોજવામાં આવ્યો હતો, ઓનલાઇન મોડથી માન. મુખ્યમંત્રીશ્રી અને શિક્ષણ મંત્રીશ્રીના શુભેચ્છા સંદેશ અને વિવિધ વિભાગના તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું*

▪️ *કાર્યક્રમની શરૂઆતમાં શ્રી મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારાના સંયોજક શ્રી આર.પી. મેરજાએ સ્વાગત કર્યું હતું આજના ઓફલાઈન કાર્યક્રમમાં ધોરણ 10 અને 12 પછી શું તે વિષય પર તજજ્ઞ તરીકે શ્રી પ્રશાંતભાઈ પરમાર અને iti સંબંધિત અભ્યાસક્રમો વિશે જાણકારી શ્રી ડી.એસ. દોશીએ આપી હતી*

▪️ *આજના કાર્યક્રમમા તાલુકા પંચાયત ટંકારાના પ્રમુખશ્રી સુશ્રી પુષ્પાબેન પ્રભુલાલ કામરીયા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા, તમામ વિદ્યાર્થીઓને ઉચ્ચ કારકિર્દી પસંદ કરી પુરુષાર્થ થકી જીવન સફળ બનાવો તેવો શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો,*

▪️ *જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી એમ સોલંકી સાહેબે કહ્યું કે આજે વિશ્વમાં જ્ઞાનની સાથે સાથે વિશિષ્ટ કૌશલ્ય ની ખૂબ જરૂર છે ત્યારે આજના વિદ્યાર્થીઓ તેમની મહત્વપૂર્ણ બોર્ડની પરીક્ષા બાદ ક્યાં ક્ષેત્રે આગળ વધવું તે ખૂબ જ મહત્વનું બની રહે છે*

▪️ *જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ શ્રી અશોકભાઈ ચાવડા, શ્રી ભુપતભાઈ ગોધાણી, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી બી એમ સોલંકી સાહેબ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દિનેશભાઈ ગરચર સાહેબ , મદદનીશ શિક્ષણ નિરીક્ષક શ્રી ભાવેશભાઈ ભાલોડીયા, આગેવાનશ્રી પ્રભુલાલ કામરિયા, શ્રી ડાયાલાલ ડાંગર,મોરબી જિલ્લા આચાર્ય સંઘના હોદ્દેદારો અધ્યક્ષશ્રી લાલજીભાઈ કગથરા અને પ્રમુખશ્રી સુરેશભાઈ સરસાવડીયા,ટંકારા તાલુકા સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારો પ્રમુખશ્રી યોગેશભાઈ ઘેટીયા અને મંત્રીશ્રી વિજયભાઈ ભાડજા તેમજ ટંકારાની સરકારી આઇટીઆઇના આચાર્યશ્રી અઘારા સાહેબ ,ગ્રાન્ટેડ આઇટીઆઇ ના આચાર્ય શ્રી વાઘેલા સાહેબ , બીઆરસી શ્રી કલ્પેશભાઈ ફેફર તેમજ તાલુકા ની શાળાના આચાર્યશ્રીઓ, શિક્ષકશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઇ-બહેનો વાલીગણ સાથે ઉપસ્થિત રહ્યા હતા.*

▪️ *કાર્યક્રમના અંતે આભારવિધી , મદદનીશ શિક્ષણ નિરીક્ષકશ્રી ભાવેશભાઈ ભાલોડિયાએ કરી હતી, સમગ્ર કાર્યક્રમનું સંચાલન એસ.વી.એસ. સંયોજકશ્રી આર પી મેરજાએ કર્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી એમ.પી દોશી વિદ્યાલયના આચાર્ય શ્રી વી.એ. ખાંભલાસાહેબ તથા ન્યુ વિઝન શાળાના સંચાલક અને એસ.વી.એસ.સહસયોજક શ્રી દિલીપભાઈ બારૈયા તેમજ નેકનામ હાઈસ્કૂલના શ્રી ટી.પી.કોટડીયા,શ્રી હરેશભાઈ ભાલોડિયા તેમજ રમેશભાઈ ભુંભરીયાએ જહેમત ઉઠાવી હતી.*

Related posts

*HELLO MORBI:પ્રા.આ.કેન્દ્ર સરવડ દ્વારા વિશ્વ મલેરિયા દિવસ અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી*

editor

*HELLO MORBI:પ્રદેશ/ જિલ્લા/ તાલુકા/ શહેર કોગ્રેસના આગેવાનો, હોદેદારો, કાર્યકરોની આગામી લોકસભા ની ચૂંટણી ની તૈયારી માટે મળેલ મીટીંગ*

editor

*બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટની જામનગર ખાતે સ્થાપના કરવામાં આવી*

Hello Morbi

Leave a Comment