• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પ્રાચી તીર્થ થી જાણીતા ઘંટીયા ગામ માં ગંદકીના અને કચરાના ગંજ અનેક રજૂઆતો છતાં તંત્રનું ભેદી મૌન*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર**પ્રાચી તીર્થ થી જાણીતા ઘંટીયા ગામ ગંદકીના અને કચરા ના થર જામ્યા*

 

*અનેક રજૂઆતો કરવા સતા તંત્ર મોમ*

 

ઘંટીયા પ્રાચી ગામમાં કચરા બાબત વાજા જયેશભાઇ દ્રારા તારીખ 19/7/2021 ની લેખિતમાં રજુવાત કરવામાં આવે જેનો આસરે 11 મહિના અને 24 દિવસ જેટલો સમય થતા હજુ સુધી પ્રશાસન દ્વારા કોઈપણ પગલાં લેવામાં આવેલ નથી કે જવાબદાર અધિકારીઓ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી ગીર સોમનાથ જિલ્લા ના સુત્રાપાડા તાલુકાના પ્રખ્યાત તીર્થં ધામ એવા ઘંટીયા પ્રાચી ગ્રામ પંચાયત ની ઘોર બેદરકારી સામે આવી છે. તે એ રીતે કે અહીંના અમુક ગામજનો ના કાયદાના દર વગર તેમજ લોકો ના સ્વાસ્થ્ય ની ચિંતા વગર આ ગામમાં અનેકો જગ્યાએ રોજ ખુબજ ગંદો કચરો નાખતા હોવાથી મોટા પ્રમાણ માં ગંદકી ના ગંજ ખડકાયેલ જોવા મળી રહિયા છે. આ બાબતે લય સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ ઉઠિયો છે જેમ જણાવીયા મુજબ આ ગંદકી ના લીધે,મોટા પાયે દુર્ગંધ ફેલાય રહી હોય વળી હાલ વરસાદી માહોલ હોવાથી અનેક લોકો ડેન્ગ્યુ શરદી ઉધરસ તાવ તથા માથામાં દુખાવો જેવા અનેકો નાના મોટા રોગના ભોગ બની રહ્યા છે જોકે આ બાબતે ઘંટીયા ગામના રહીશ વાજા જયેશભાઇ ચીના ભાઈ દ્રારા વારંમવાર તલાટી કમ મંત્રી શ્રી સરપંચ ને મૌખિત તેમજ લેખિતમાં અનેકો રજુવાત કરેલ હોય તેમ છતાં પણ તલાટી કમ મંત્રી દ્રારા ગંદકી દૂર કરવામાં આવતી નથી જેથી તાત્કાલિક ધોરણે કચરો સાફ કરી ગંદકી હટાવવામાં આવે અને હાલ ગામજનો દ્રારા જયા કચરો નાખવામાં આવે તેય ગ્રામ પંચાયત દ્રારા નોટિસ બોર્ડ મુકવામાં આવે કે આ જગ્યાએ કોઈ કચરો નાખવો નહી આ બાબતે તલાટી કમ મંત્રી શ્રી તેમજ સરપંચ શ્રી દ્રારા ખાલી દેખાવા પૂરતી કામ કરી ને લોકો ના જીવનને જોખમ માં મૂકી રહિયા હોય જેથી જાગૃતિ નાગરિક તરીકે વાજા જયેશભાઈ ચીનાભાઈ દ્રારા તાલુકા વિકાસ અધિકારી. સુત્રાપાડા જિલ્લા વિકાસ અધિકારી ઇણાજ. આરોગ્ય કચેરી ઇણાજ. કલેક્ટર સાહેબ શ્રી ગીર સોમનાથ. મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય. ને લેખિતમાં અનેકો રજુવાત કરેલી પણ તલાટી કમ મંત્રી તેમજ સરપંચ શ્રી પર રાજકીયો નો હાથ હોવાથી પગલાં લેતા નથી જયારે આરોગ્ય કચેરી દ્રારા પગલાં લેવા વારંમવાર નોટિસ કરેલ હોય તોય તલાટી કમ મંત્રી તેમજ સરપંચ શ્રી નું પેટનું પાણી હલતું નથી જયારે જિલ્લા વિકાસ અધિકારી. દ્રારા તાલુકા વિકાસ અધિકારીને સ્થળ તપાસ કરી કાયદાકીય પગલાં લેવા કહેલ. પણ તલાટી મંત્રી શ્રી રાજકીયો સપોર્ટ હોવાથી આજ દિન સુધી સ્થળ તપાસ કરવામાં આવી નથી. કે કોઈપણ પગલાં તાલુકા વિકાસ અધિકારી દ્રારા લેવામાં આવા નથી જેથી કરી જયેશ ભાઈ દ્રારા તારીખ 5/4/2022 ના મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ને લેખિતમાં માં રજુવાત કરવામાં આવી. જેમાં તેમના દ્રારા 20/4/2022 ના આ બાબતે તાત્કાલિક પગલાં લેવા હુકુમ કરેલ પણ આજ દિન સુધી કોઈ પગલાં લેવામાં નથી આવા જેથી કરી અરજદાર વાજા જયેશભાઇ ચીનાભાઈ દ્રારા જયા સુધી ન્યાય ન મળે ત્યાં સુધી લડતા રહશે જેથી કરી તા 29/6/2022 ના ફરી થી તલાટી કમ મંત્રીશ્રી તેમજ સરપંચ શ્રી ગ્રામ પંચાયત ઘંટીયા પ્રાચીને. તેમજ તાલુકા વિકાસ અધિકારી સુત્રાપાડા.જિલ્લા વિકાસ અધિકારી ઇણાજ. કલેક્ટર સાહેબ ગીર સોમનાથ. આરોગ્ય કચેરી ઇણાજ.આરોગ્ય કચેરી ગાંધીનગર. તેમજ મુખ્યમંત્રીશ્રી ગુજરાત રાજ્ય. ને લેખિતમાં રજુવાત કરવામાં આવી હવે જોવું એ રહીયુ કે ઘંટીયા પ્રાચી માં ગ્રામ કયારે કચરા મુક્ત થશે અને જવાબદાર અધિકારી ઓ પર કેયારે કાયદાકીય પગલાં લેવામાં આવશે એના પર સમસ્ત લોકો મીટ માડી રહિયા છે.

 

Related posts

*કોરોનાનું નિયંત્રણ કરતી જિલ્લા પંચાયત કચેરીમાં કોરોનાનો હાહાકાર*ડીડીઓ, બે ડેપ્યુટી ડીડીઓ, પ્રા. શિક્ષણાધિકારી, હિસાબી અધિકારી, ખેતીવાડી અધિકારી અને આરોગ્ય શાખાના અધિકારીઓ ઝપટે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભારત વિકાસ પરિષદ-મોરબીદ્વારા “રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધા” અને “ભારત કો જાનો પ્રશ્નમંચ” નું આયોજન શ્રી સરસ્વતી શિશુ મંદિર-મોરબી ખાતે કરવામાં આવેલ*

editor

*મોરબીમાં નોટ નંબરીનો જુગાર રમતા ત્રણને ઝડપી પાડતી સીટી એ ડિવિજન પોલીસ*

Hello Morbi

Leave a Comment