• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સૌરાષ્ટ્ર ના સાવજ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા ની ૩જી વાર્ષિક પૂણ્યતિથી નિમિતે મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી સદ્ગત ને શ્રધ્ધાંજલિ અર્પણ કરતા મોરબી ના અગ્રણીઓ*

*શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ તથા એસ્સાર પેટ્રોલ પંપ મોરબી વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગીયા તથા લેક્સીકોન સિરામીક પ્રા.લી. વાળા શ્રી નરેન્દ્રભાઈ સંઘાત પરિવાર દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરી સ્વ. વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા ને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી*

 

સૌરાષ્ટ્ર ની પાવન ધરતી પર અનેક સંતો-મહંતો અને મહાનુભવોએ જન્મ ધારણ કર્યા છે તેમજ ભગવાન શ્રી કૃષ્ણ નુ મોક્ષધામ પણ સૌરાષ્ટ્ર ની પવિત્ર ધરા છે ત્યારે સૌરાષ્ટ્ર નહીં પરંતુ સમગ્ર દેશ નુ ગૌરવ સમા વિઠ્ઠલભાઈ રાદડીયા નો જન્મ તા.૮-૧૧-૧૯૫૮ ના રોજ થયો હતો. તેમના જીવનકાળ દરમિયાન સામાજીક, રાજકીય, ધાર્મિક સહીત ના વિવિધ ક્ષેત્રે આગવી પ્રતિભા પ્રાપ્ત કરી સમગ્ર સૌરાષ્ટ્ર ને ગૌરવ અપાવ્યુ છે. નિડર તેમજ મિલનસાર વ્યક્તિત્વ ધરાવતા લોકસેવક એવા વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા નુ તા.૨૯-૭-૨૦૧૯ ના રોજ દુઃખદ અવસાન થયુ ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર સહીત ગુજરાત શોકમગ્ન થયુ હતુ. પરંતુ તેમના કર્મો ની સુવાસ આજે પણ ચોમેર ફેલાયેલ છે ત્યારે તા.૨૯-૭-૨૦૨૨ ના રોજ તેમની તૃતિય વાર્ષિક પૂણ્યતિથી નિમિતે મોરબી ના શ્રી ક્રિષ્ના પેટ્રોલિયમ-એસ્સાર પેટ્રોલ પંપ-ત્રાજપર વાળા કૃષિતભાઈ મંગળજીભાઈ સુવાગિયા તેમજ લેક્સીકોન સિરામીક પ્રા.લી. વાળા શ્રી નરેન્દ્રભાઈ સંઘાત દ્વારા મોરબી ના વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા ને સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ તકે મોરબી જલારામ મંદિર ના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, રાજદીપભાઈ સુવાગીયા, અનિલભાઈ સુવાગીયા, ચિરાગ રાચ્છ, કે.પી.ભાગીયા સાહેબ, મનિષ પટેલ, પોલાભાઈ પટેલ સહીતનાઓ એ સૌરાષ્ટ્ર ના ખરા લોકસેવક એવા સ્વ.વિઠ્ઠલભાઈ હંસરાજભાઈ રાદડીયા ને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી.

Related posts

*આજે પૂર્વ મેયર જનકભાઈ કોટકનો જન્મદિવસ રાજકોટ: જનસંઘ અને ભાજપનાં પાયાના પથ્થર સમા, અડિખમ નેતા*

Hello Morbi

*ડીસા તાલુકામાં ચેસમાં પ્રથમ આવનાર રિશુરાજ બ્રહ્મક્ષત્રિયનું શુભેચ્છક ગ્રુપ દ્રારા કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

*માળીયા તાલુકાના ૧૨ થી ૧૪ વર્ષ ની બાળકો ને કોરોના વેકસીન આપવામાં આવશે.*

Hello Morbi

Leave a Comment