• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા જોડિયા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓની મુલાકાત લેવાય*

રિપોર્ટર..શરદ એમ.રાવલ.

હડિયાણા…જામનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છત્રપાલસિંહ જાડેજા સાહેબ દ્વારા જોડિયા તાલુકાની હડીયાણા સી.આર.સી ની વિવિધ શાળાઓની સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત મુલાકાત કરવામાં આવી જેમાં સાહેબ દ્વારા સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત હડિયાણા તાલુકા શાળા, હડિયાણા કન્યા શાળા, વાવડી પ્રાથમિક શાળા ની મુલાકાત લેવામાં આવી જેમાં સાહેબ દ્વારા જુદી જુદી શાળાઓમાં વર્ગ શિક્ષણ કાર્યનું નિરીક્ષણ કરવામાં આવ્યું. સાહેબ દ્વારા તમામ શાળાઓમાં ખૂબ જ સુંદર કામગીરી થઇ રહી છે અને હજુ ભવિષ્યમાં પણ આવી જ કામગીરી થતી રહે તે માટે શિક્ષકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તમામ વિદ્યાર્થીઓ વાંચન લેખન અને ગણનમાં નિપુણતા મેળવે તે માટે આયોજન બનાવી શિક્ષણકાર્ય કરાવવા અંગે સાહેબ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ મધ્યાહન ભોજન ગુણવત્તાની ચકાસણી કરેલ શાળાના વિદ્યાર્થીઓને યોગ્ય અને પૌષ્ટિક ભોજન મળતું હોવાનું જોવા મળ્યું તેમજ વિદ્યાર્થીઓની અંદર છુપાયેલી જુદી જુદી કલાઓને બહાર કાઢવા માટે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત યોજાતા કલા મહોત્સવ માં વિદ્યાર્થીઓ ભાગ લે તે માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અંગે ચર્ચા કરવામાં આવેલ…..

Related posts

*રાજયમાં મર્યાદિત સંખ્યામાં હોળી પ્રગટાવવાની છૂટ*  *રંગોત્સવ અને ધૂળેટીની ઉજવણીથી નાગરિકોને દૂર રહેવા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અપીલ*  

Hello Morbi

*રાજ્યના વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય*

Hello Morbi

*વાંકાનેર: ગણપતિ ઉત્સવ સમિતિને ગ્રાઉન્ડ નહીં ફાળવવામાં આવે તો આંદોલન ઉગ્ર બનશે જીતુભાઈ સોમાણી ના સમર્થન માં શિવસેનાએ આવેદન પત્ર આપ્યું*

Hello Morbi

Leave a Comment