• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી આયોજિત નિબંધ સ્પર્ધામાં રેવન્યુ એસોસિયન મોરબીના પ્રમુખ સંજયભાઈ રાજપરા ની પુત્રી ચેલ્સી એ ભાગ લીધો*

” આઝાદી કા અમૃત મહોત્સવ ” અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા, રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ, ગાંધીનગર ના ઉપક્રમે તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, મોરબી આયોજિત નિબંધ સ્પર્ધામાં લીલાપર ગામના રહેવાસી અને રેવન્યુ બાર એસોસિએશન મોરબીના પ્રમુખ, સંજયભાઈ રાજપરા ની પુત્રી, ચેલ્સી ભાગ લીધેલ જેમણે તાલુકા કક્ષા એ “સ્ત્રી સશક્તિકરણ” ના વિષયમાં જણાવ્યું હતું કે, મહિલા સશક્તિકરણને સમજતા પહેલા ‘સશક્તિકરણ’ની વિભાવનાને સમજવાનો પ્રયાસ કરવો પડશે. અને બીજી એક બાબત એ પણ તારવી શકાય કે કોઈને સશકત કરવાની જરૂર ત્યારે જ પડે જ્યારે તેનામાં સામર્થ્ય, તાકાત, બળ કે ઉદ્યમ ન હોય. કોઈ વ્યક્તિ જાતે કંઈક કરવા શક્તિમાન ન હોય ત્યારે તેને અમુક પ્રકારે મદદ કે સહયોગ પૂરા પાડી સશક્ત કરવાની જરૂર પડે છે. જો આમ હોય તો આના પરથી મહિલા સશક્તિકારણને લઈને મનમાં કેટલાક પ્રશ્નો ઉઠવા સ્વાભાવિક છે, જેમ કે, શું મહિલાઓ શક્તિશાળી નથી.?

શું મહિલાઓ સાચે જ અબળા કે નિર્બળ છે.?

શું મહિલાઓમાં પોતાની આગવી નિર્ણયશક્તિનો અભાવ છે.?

શું મહિલાઓ વહીવટ કરવા સક્ષમ નથી.?

તથા જિલ્લા કક્ષા એ “ડ્રગ્સના દૈત્યોમાંથી યુવાનોને બચાવવા હું શું કરી શકું” ના વિષય માં તેમણે જણાવ્યું હતું કે, આપણે

પાંચ લાખની ગાડીમાં પણ ક્યારેય કેરોસીન નથી નાખતા કેમ.? કારણ કે ગાડીનું એન્જિન ખરાબ થઈ જાય. ગાડીની આપણને આટલી ચિંતા છે.? વ્યસનોથી શરીરને કેટલું નુકશાન થાય છે એ કદી વિચાર્યું છે.? માટે હે યુવાન… ન પડ વ્યસનની માયાજાળમાં. જરાક, પાછુ વળીને તો જો કેટલા લોકોની અપેક્ષા તારી સાથે જોડાયેલી છે. આ માથાના સિંદુર ને, હાથની બંગડીઓ, અને ગળા ના મંગળસુત્ર ને અકબંધ કોણ રાખશે. આવા વૈધક સવાલો આ નિબંધ સ્પર્ધામાં ઉજાગર કરેલ હતા. આ નિબંધ સ્પર્ધામાં રાજપરા ચેલ્સી, એ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી લીલાપર ગામ તેમજ રાજપરા પરિવાર નું ગૌરવ વધારેલ છે.

Related posts

*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૦૩ દર્દીઓએ લાભ લીધો , ૧૬૩ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન*

Hello Morbi

*HELLO MORBI:*મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.છબીલદાસ કરમશીભાઈ કોટેચા પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૪૦૩ દર્દીઓએ લાભ લીધો*

editor

*HELLO MORBI:એમ.બી.બી.એસ.પાસ થઈ રઘુવંશી લોહાણા સમાજનું ગૌરવ વધારતો ડીસાનો ડોr.જયકુમાર ઠકકર/અનારકટ*

editor

Leave a Comment