• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર ના જિનપરા જગાતનાકા વિસ્તારમાં યુવાનની કરપીણ હત્યા*

વાંકાનેર : વાંકાનેર શહેરના જિનપરા જકાતનાકા નજીક ગત મોડીરાત્રે મારમારીની ઘટનામાં અમરનાથ સોસાયટીમાં રહેતા યુવાનની મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો છે. ઘટનાની જાણ થતાં જ વાંકાનેર સીટી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી હત્યા અંગે ગુન્હો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે.

 

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના જિનપરા જકાતનાકા નજીક પાતળિયા હોસ્પિટલ પાસ ગત મોડીરાત્રીના મારામારીના બનાવમાં વાંકાનેરની અમરનાથ સોસાયટીમાં રહેતા અમિતભાઈ અશ્વિનભાઈ કોટેચા, ઉ.38 નામના યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પીઆઇ એન.કે.વસાવા સહિતનો કાફલો દોડી ગયો હતો અને હત્યાના બનાવને અંજામ આપનાર ચારેક શખ્સોને દબોચી લેવા તજવીજ હાથ ધરી હતી. જો કે બે શખ્સો પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળે છે.

વધુમાં મૃતક અમિતભાઇ જમીન મકાનના ધંધાર્થી હોવાનું અને ચારેક શખ્સોએ છરી ગુપ્તીના ઘા ઝીકી બનાવને અંજામ આપ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો કે બનાવ સમયે પોલીસ પેટ્રોલિંગમાં નીકળી હતી અને બનાવ બાદ મૃતકને હોસ્પિટલ ખસેડી પોલીસ ટીમે મૃતકને બચાવવા કોશિશ કરી હતી પરંતુ અમૃતભાઈનો જીવ બચી શક્યો ન હતો. હાલમાં વાંકાનેર સીટી પોલીસે હત્યા અંગે ગુન્હો નોંધવા તજવીજ શરૂ કરી છે.

Related posts

*મુખ્ય નિર્વાચન અધિકારીનું ‘અવસર લોકશાહીનો’ અભિયાન*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:સિરામિક એસોસિએશનના પ્રમુખશ્રીઓ દ્વારા વિવિધ પ્રશ્નો મુદે કેન્દ્રીય મંત્રીશ્રી માંડવીયા સાહેબને રજૂઆત કરાઈ*

editor

*HELLO MORBI NEWS:ટંકારા નિકુંજ ગોધાણી ની આજે જન્મ દિવસ: શુભેરછા અભિનંદનની વર્ષા*

editor

Leave a Comment