• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે તાલાળા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ દ્વારા એક મેગા મેડિકલ થયેલ સુંદર આયોજન.*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

સુત્રાપાડા તાલુકાના ધામળેજ ગામે એક મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં તાલાળા મત વિસ્તારના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ દ્વારા તમામ દર્દીઓને દવા સારવાર તેમજ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેડિકલ કેમ્પમાં સૌરાષ્ટ્રના નામાંકિત ડોક્ટર ડો. નિશાંત ચોટાઈ ઓથોપેડિક સર્જન,ડૉ. વિશાલ માંગરોળીયા.ડો, તુષાર બુદ્ધાની, ડૉ. જીગર ડોડીયા, ડૉ. તેજસ ચોટાઈ ન્યુરોસર્જન એન્ડ સ્પાઇન, ડૉ. હિરેન વાઢીયા, વગેરે સોળ ડોક્ટરની ટીમ દ્વારા સારવાર આપવામાં આવી હતી આ કેમ્પમાં લેબોરેટરી તેમજ રિપોર્ટ પણ વિનામૂલ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી.

આ કેમ્પની શરુઆત દિપ પ્રાગટ્ય ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડના હસ્તે કરવામાં આવી હતી. ઉપસ્થિત તાલુકા પંચાયતના સુત્રાપાડા પ્રમુખશ્રી પ્રતાપભાઈ જાદવ, જયંતીભાઈ ચાવડા, ઉગાભાઇ લોઢાવી સરપંચ ઓઘડભાઈ વાળા, રામસીભાઈ પંપાણીયા, બાબુભાઈ ફુલબારીયા, ભોળા જાદવભાઈ, વિજુ બારડ, કાળાભાઈ બારડ, અજયભાઈ બારડ, તેજસભાઈ બારડ, વગેરે લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ મેડિકલ કેમ્પમાં અંદાજે 1950 દર્દીઓએ લાભ લીધો હતો

 

Related posts

*રાજય સરકારનો મહત્વનો નિર્ણય*

Hello Morbi

*HELLO MORBI:મોરબીની સિવિલ હોસ્પિટલની મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ*

editor

*ટંકારામાં સૌ પ્રથમ વખત રઘુવંશી યુવક મંડળ દ્વારા વેલકમ નવરાત્રી 2022 નું જાજરમાન આયોજન*

Hello Morbi

Leave a Comment