• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીમાં મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાયો*

મોરબીમાં ગત તા. 25/09/2022 ને રવિવારે જાગા સ્વામી મિત્ર મંડળ અને સમસ્ત મોચી સમાજ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું . જેમાં મોચી સમાજના કે.જી. તથા ધો.1 થી ધો.12 માં 60% થી વધુ ટકા મેળવેલ પ્રથમ દ્વિતીય તૃતીય નંબર ના વિધાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. આ સમારોહમાં દાતાઓ દ્વારા ઉચ્ચ ક્રમાંક મેળવેલ વિદ્યાર્થીઓને નોટબૂક, બેગ સ્ટેશનરીની કીટ જેવી વસ્તુઓ આપીને પ્રોત્સાહિત કરવામાં આવેલ.આ સરસ્વતી સન્માન સમારંભનું ઉદ્ઘાટન નકલંક મંદિર, બગથળાના મહંતશ્રી દામજી ભગત તેમજ ઈલાબેન ગોહિલ નાયબ જિલ્લા વિકાસ અધિકરીશ્રી મોરબી તેમજ નંદલાલભાઈ પરમાર તથા ઈશ્વરભાઈ રાઠોડ તથા નાથાભાઈ ઝાલા તથા મનુભાઈ ચૌહાણ તથા પ્રભાબેન ચૌહાણ તથા પ્રેમજીભાઈ રાઠોડ તથા કાંતિભાઈ રાઠોડ તથા છબિલભાઈ ઝાલા દ્વારા દીપ પ્રાગટય કરી કરવામાં આવેલ. આ સમારોહ માં દામજી ભગત દ્વારા આશીર્વચન આપવામાં આવેલ તેમજ ઈલાબેન ગોહિલ દ્વારા વિદ્યાર્થીઓ ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરે એ માટે માર્ગદર્શન આપવામાં આવેલ. આ સમારોહમાં ઉપસ્થિત મહેમાનો અને દાતાઓ ને પુષ્પ હાર તેમજ પુસ્તક આપી સન્માનિત કરવામાં આવેલ. આ સમારોહ માં બાળકો દ્વારા વકતૃત્વ તથા વિવિધ કૃતિઓ રજુ કરવામાં આવેલ.આ સમારોહ માં મોરબી મોચી સમાજ ના 183 જેટલા બાળકો ને પ્રોત્સાહિત કરવામાં આવેલ. તેમજ આ સમારોહ માં ઉચ્ચ ડિગ્રી મેળવેલ

ડો.હાર્દિક પ્રવિણભાઈ ચુડાસમા તથા ચિરાગ મુકેશભાઈ ચૌહાણ ને સન્માનિત કરવામાં આવેલ. આ કાર્યક્રમ નું સફળ સંચાલન અવનીબેન વાઢેર દ્વારા કરવામાં આવેલ.આ આયોજનને સફળ બનાવવા માટે તમામ દાતાઓ અને સમારોહ માં સહભાગી બનેલ તમામ જ્ઞાતિ અગ્રણી તથા જ્ઞાતિ ના કાર્યકર્તાઓ નો જાગા સ્વામિ મિત્ર મંડળ ના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ રાઠોડ દ્વારા આભાર માનવામાં આવે છે.

Related posts

*જામનગર તાલુકાના ૭ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં રૂ.૨૨ લાખ ૪૭ હજારના ખર્ચે મેડિકલના સાધનો વિકસાવવામાં આવ્યા* 

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી શ્રી જલારામ ધામ ખાતે પૂ.જલારામ બાપા ની ૨૨૬ મી જન્મજયંતિ સપ્તવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે*

editor

*અનેક વિધાર્થીઓના ગુરૂજી ડીસાના મનહરભાઈ ઠક્કરનું થયેલ દુઃખદ અવસાન*

Hello Morbi

Leave a Comment