• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાની સત્તાવાર જાહેરાત મોરબીમાં શનાળા ખાતે ૩૩ કરોડનાખર્ચે નિર્માણ પામશે અદ્યતન કોર્ટ બિલ્ડીંગ ૭.૭૫ કરોડના ખર્ચે ટંકારા ખાતે નિર્માણ પામશે કોર્ટ બિલ્ડીંગ*

રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના સતત પ્રયત્નો અને મોરબી જિલ્લા પ્રત્યેની નિષ્ઠાને પગલે મોરબીમાં 33 કરોડના ખર્ચે નવું કોર્ટ બિલ્ડીંગ તેમજ ટંકારા ખાતે ૭.૩૫ કરોડના ખર્ચે કોર્ટ બિલ્ડીંગ મંજૂર કરવામાં આવ્યું છે.

 

મોરબીમાં હયાત કોર્ટ બિલ્ડિંગ ઉપરાંત કોર્ટના નવા બિલ્ડીંગની જરૂરિયાત ઊભી થતા મોરબીના ન્યાયાલય સાથે સંકળાયેલા વકીલ મિત્રો અને આગેવાનોની રજૂઆતોના સંદર્ભે મોરબી માળીયા ધારાસભ્ય તેમજ રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાએ રાજ્યના કાયદા મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ મોરબીમાં વધારાનું કોર્ટ બિલ્ડીંગ મંજૂર થાય તેવી ભારપૂર્વક માંગણી કરી હતી. જે અન્વયે મોરબીના શનાળા પાસે રૂપિયા 33 કરોડના ખર્ચે નવું કોર્ટ બિલ્ડીંગ બને તેવી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

 

કાયદા વિભાગની મંજૂરી બાદ આ નવા કોર્ટ બિલ્ડિંગના બાંધકામની તજવીજ માર્ગ અને મકાન વિભાગે હાથ ધરી છે જે અંતર્ગત જમીન સંપાદન, સૈદ્ધાંતિક મંજૂરી તેમજ વહીવટી મંજૂરીની પ્રક્રિયા રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજાના સતત માર્ગદર્શન હેઠળ માર્ગ અને મકાન વિભાગે હાથ ધરી હતી.

 

માર્ગ અને મકાન વિભાગે આ નવા કોર્ટ બિલ્ડીંગ માટે ૩૮ કરોડનું ટેન્ડર સુનિશ્ચિત કરી નાણા વિભાગની મંજૂરી માટે મોકલ્યું હતું. મંત્રીશ્રીના નાણા વિભાગના સંબંધિત અધિકારીઓ સાથે સતત ફોલોઅપના પગલે આ કોર્ટ બિલ્ડીંગનું રૂપિયા 33 કરોડના ખર્ચે નણા વિભાગે ટેન્ડર મંજૂર કરેલ છે જેની સત્તાવાર મંજૂરી પણ માર્ગ મકાન વિભાગે આપી દીધી છે. આમ, મોરબી ને 33 કરોડના ખર્ચે નવા ન્યાયાલયનું નજરાણું મળે તે માટે મંત્રીશ્રીએ મહત્વનો ભાગ ભજવ્યો છે.

 

આ ઉપરાંત સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા અને વિનોદભાઈ ચાવડા તથા અગ્રણીશ્રી દુર્લભજીભાઈ દેથરિયાની લાગણીને ધ્યાને લઈ મોરબી ઉપરાંત ટંકારામાં પણ કોર્ટ બિલ્ડીંગ મંજુર કરાવવા માટે જહેમતને પણ સફળતા મળી છે. ટંકારામાં પણ ૭.૩૫ કરોડના ખર્ચે નવું કોર્ટ બિલ્ડીંગ નિર્માણ પામનાર છે.

Related posts

*૬૬-ટંકારા-પડધરી બેઠક માટે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દેથરિયા સહિત ૨૦ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી*

Hello Morbi

*HELLO MORBI:મોરબીમાં ચોરાઉ બાઇક સાથે શખ્સ ને પકડી પાડતી મોરબી સિટી એ ડિવિઝન પોલીસ*

editor

હવાઈ મુસાફરી કરતા પહેલા જાણી લો, સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન

Hello Morbi

Leave a Comment