• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી:નીડર નિષ્ઠાવાન અને કર્મઠ મોરબી માળિયા વિધાનસભા ના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા ની મતદારો ને ભ્રમિત ન થવા અપીલ*

 મોરબી :તા ૨૮ ૧ લી ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પ્રથમ ચરણના મતદાન આડે ગણતરીની કલાકો બાકી રહીયા છે ત્યારે મોરબીમાં ગઈકાલે રાત્રે ભાજપ વિરુદ્ધ હોર્ડિંગ્સ લાગવાની સાથે કેટલાક ચોપાનિયા વહેતા થતા આજે ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતીયાએ પત્રકાર પરિષદ યોજી મતદારોને ભ્રમિત અને ગુમરાહ નહીં થવા અપીલ કરી હતી મોરબીમાં રાવણરાજ બંધ કરાવી આવનાર દિવસોમાં રામરાજ લાવવું છે તેવું જણાવી ભાજપમાં જ રહેલા ભાજપ વિરોધીઓને તકવાદી ગણાવ્યા હતા.

૧લી ડિસેમ્બરે પ્રથમ તબક્કામાં મતદાન માટે પ્રચાર યુદ્ધ ચરમસીમાએ છે તેવા સમયે જ ગઈકાલે મોરબીમાં ભાજપ વિરુદ્ધ હોર્ડિંગ્સ લાગવાની સાથે લોકોને ચોપાનિયા વિતરણ કરવામાં આવતા આજે પ્રચાર પડઘમ શાંત પડે તે પૂર્વે ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતીયાએ પત્રકાર પરિષદ યોજી વિરોધીઓને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, આજે પ્રચાર પડઘમ શાંત થાય તે પૂર્વે વિશાળ કાર રેલી નહીં પણ રેલો યોજવામાં આવશે. સાથે જ તેઓએ ઉમેર્યું હતું કે, મોરબીની ડિઝાઇન ખરાબ કરતા તત્વો ભાજપ વિરુદ્ધ હોર્ડિંગ્સ તેમજ ચોપાનિયા વિતરણ કરી ભાજપને નુકશાન પહોંચાડવા માંગે છે પરંતુ એનાથી કોઈ ફર્ક નહીં પડે, મોરબીની પ્રજા ભાજપને અને કાનભાઈને પસંદ કરે છે.

વિશેષમાં તેઓએ જણાવ્યું હતું કે ભાજપમાં જ રહેલા કેટલાક તત્વો પક્ષને નુકશાન થાય તે માટે પ્રયત્નો કરી રહ્યા હોવાનું જણાવી કટાક્ષમાં જણાવ્યું હતું કે, મોરબીમાં રાવણરાજ ખતમ કરી રામરાજ નિર્માણ કરવા લોકો મને જીતાડવાના છે ત્યારે સ્વાભાવિક પણે જ વિરોધીઓના પેટમાં તેલ રેડાતું હોવાનું જણાવી આવા પ્રયાસ થઈ રહ્યા હોવાનું તેમને ઉમેરી મતદારોને ભ્રમિત નહીં થવા અપીલ કરી હતી.

 

આ તકે હળવદ – ધ્રાંગધ્રા મત વિસ્તારના ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયા પણ હાજર રહ્યા હતા અને તેઓએ કોળી સમાજના મતદારોને વિકાસને મત આપી વડાપ્રધાન મોદીને મજબૂત બનાવવા અપિલ કરી હતી

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મેદસ્વિતા – 𝐎𝐛𝐞𝐬𝐢𝐭𝐲 માંથી મુક્તિ મેળવવા રીઝલ્ટ ઓરીએન્ટેડ ખાસ યોગ કેમ્પનું મોરબી ખાતે આયોજન*

editor

*ખંભાળિયામાં વોર્ડ નંબર 5 મા કિન્નર અપક્ષ ઉમેદવારી નોંધાવી*

Hello Morbi

*HELLO MORBI:મોરબી શહેર માં સુખ શાંતિ ને સર્વજ્ઞાતિ માં ભાઈચારા ની ભાવના જળવાય રહે તેવા ઉમદા હેતુથી ઈશ્વર અલ્લાહ ને પ્રાર્થના કરવા મોરબી ના વરિષ્ઠ પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી રામનવમી ને રોઝુ રહિયા*

editor

Leave a Comment