• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:11 ડિસેમ્બરે ઉતર ગુજરાત લોહાણા સમાજના અગ્રણી તેમજ સામાજિક કાર્યકર ભગવાનભાઈ બંધુ નો 65 મો જનમદિવસ*

11 ડિસેમ્બરે ઉતર ગુજરાત લોહાણા સમાજના અગ્રણી તેમજ જાણીતા સામાજીક કાર્યકર ભગવાનભાઈ બંધુનો 65 મો જન્મદિવસ
સમગ્ર બનાસકાંઠા તેમજ ઉતર ગુજરાતમાં લોહાણા સમાજ ઉપરાંત સમસ્ત માનવ સમાજમાં સેવાના ભેખધારી ગણાતા તેમજ “બંધુ” તરીકે ઓળખાતા ભગવાનભાઈ શીવરામભાઈ ઠકકરનો 11 ડિસેમ્બરે 65 મો જન્મદિવસ છે.લોહાણા મહાપરિષદ ઉતર ગુજરાત ઝોનના પ્રમુખ,જલારામ મંદિર ડીસાના ઉપપ્રમુખ,શાંતિધામ ડીસાના પ્રમુખ,અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠાના અધ્યક્ષ,બનાસ સાહિત્ય કલા સંઘના મંત્રી,આબુરોડ જલારામ મંદિરના ટ્રસ્ટી એવા ભગવાનભાઈ બંધુ અખિલ ગુજરાત લોહાણા સમાજના પૂર્વ મહામંત્રી રહી ચૂક્યા છે.રઘુવંશી લોહાણા મહાજન ડીસામાં તેઓ બે વાર પ્રમુખ રહી ચૂકયા છે.અખિલ રઘુવંશી લોહાણા સમાજ બનાસકાંઠાના તેઓ સ્થાપક પ્રમુખ હતા.શ્રી લોહાણા પ્રગતિ યુવક મંડળના આધસ્થાપક એવા તેઓ બનાસકાંઠા વન કર્મચારી મંડળના પ્રમુખ તરીકે સરાહનીય સેવા આપી ચૂક્યા છે.હાલમાં તેઓ બનાસકાંઠા જિલ્લા ભાજપના કારોબારી સદસ્ય છે.છેલ્લા સાડા ચાર વર્ષથી એટલે કે 229 ગુરૂવારથી ડીસામાં શ્રી જલારામ સત્સંગ મંડળ દ્રારા પૂજ્ય જલારામ બાપાનાં જે ભજનો થાય છે તેનું સુચારૂ સંકલન-સંચાલન તેઓ કરી રહેલ છે.બનાસકાંઠા જિલ્લા ગૌરક્ષા પ્રચારક તરીકેની જવાબદારી તેઓ વહન કરી રહેલ છે.બી.એ.,બી.એસ.સી.,એલ.એલ.બી. સુધીનો અભ્યાસ ધરાવતા તેમજ એક સારા ઉદઘોષક,લેખક,સંચાલક તેમજ સંકલનકાર તરીકેની છાપ ધરાવતા ભગવાનભાઈ બંધુ ઉતર ગુજરાત સહિત સમગ્ર દેશ-વિદેશોમાં પણ સારા સંપર્કો ધરાવે છે.તેઓ એક પ્રભાવશાળી વક્તા છે.

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા સદ્ગત પિતા ની પુણ્યતિથી નિમિતે મહાપ્રસાદ યોજી શ્રધ્ધાંજલિ અર્પણ કરતા નિવૃત બેંક કર્મી લક્ષ્મણભાઈ કરમશીભાઈ ઝાલરીયા*

Hello Morbi

 *મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કોરોના પોઝિટિવ*

Hello Morbi

*HELLO MORBI NEWS: ટંકારા:શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્ર વિશિષ્ટ કામગીરી બદલ પારિજાત સાહિત્ય સંસ્થા દ્વારા સોલંકી હેતલબેન ને સન્માનિત કરવામાં આવ્યા*,

editor

Leave a Comment