• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:એક પેરેન્ટસ તરીકે નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કુલના ગ્રાન્ડ ઓપનીંગ અને કિડસ કાર્નિવલમાં જવાનું થયું*

 

*HELLO MORBI:એક પેરેન્ટસ તરીકે નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કુલના ગ્રાન્ડ ઓપનીંગ અને કિડસ કાર્નિવલમાં જવાનું થયું*

એક પેરેન્ટસ તરીકે નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કુલના ગ્રાન્ડ ઓપનીંગ અને કિડસ કાર્નિવલમાં જવાનું થયું.

નવયુગ ઇન્ટરનેશનલ પ્રિસ્કુલનું અદભુત આયોજન જોઇને અભીભુત થઇ જવાયું સવારે 8:30 કલાકે ધમાકેદાર ગ્રાન્ડ ઓપનીંગમાં ગેઇટમાં પ્રવેશ કરતા જ નવયુગના ટીચર્સનું હાર્ટલી વેલકમ જોઇને ખરેખર ખૂબ જ ગમ્યું અંદર ઓફિસમાં પ્રવેશતા જ પ્રમુખશ્રી પી.ડી.કાંજીયા સાહેબને અભિનંદન પાઠવ્યા ત્યારબાદ ટીમના મેમ્બર દ્વારા સંપૂર્ણ સ્કુલની વિઝીટ કરાવવામાં આવી દરેક કલાસમાં કંઇક ને કંઇક અલગ થીમ અને નાના બાળકો દ્વારા દરેક રૂમનું થૈ આઉટ ઇગ્લીસમાં ઈંટ્રોડ્કશન આપતા જોઇને ચક્તિ થઇ જવાયું દરેક કલાસરૂમ અને સ્કુલનો એક એક ખૂણો બાળકોને કંઇક ને કંઇક શીખવવા માટે બનાવ્યો હોય એવું લાગ્યું. સ્કુલ જોતા એવું લાગ્યું ખરેખર મોરબી નહી ગુજરાતમાં પણ આવી પ્રિસ્કુલ નહિ જોવા મળે સાથે સાથે મોરબીના દોઢથી ત્રણ વર્ષના બાળકો માટે હેલ્લી બેબી કોમ્પીટીશનનું આયોજન પણ હતું તેમાં મોરબીના 200 થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. પેરેન્ટસનો ઉત્સાહ જોઇને ચોક્કસ એવું લાગ્યું કે મોરબીના પેરેન્ટસ અને બાળકો માટે પણ ખૂબ ઉત્સાહીત હતા.

સાંજે 4:00 વાગ્યે જ્યારે તે જ જગ્યાએ કિસ કાર્નિવલમાં આવવાનું થયું તો પગ મુકતા જ એવું લાગ્યુ કે જાણે બાળકોનો મીની કુંભમેળો હોય! ૩ હજારથી વધુ બાળકો અને પેરેન્ટર્સ આ બાળનગરીની મુલાકાત લીધી હશે. અઢળક રંગબેરંગી કાર્ટુન્સ જેમ કે છોટા ભીમ, મીકી માઉસ સાથે બાળકો તેમજ પેરેન્ટસે સીલ્ફી લેવા પડાપડી કરી હતી તેમજ અલગ અલગ પ્રકારના હાઇટ વાળા જોકરોએ બાળકોને ખૂબ આનંદ કરાવ્યો હતો સાથે સાથે મેજીક શો, પપેટ શો, પોટર, પીંગ, ડાન્સ ઝોન, ગેમ ઝોન,આર્ટ ઝોન તેમજ નવયુગ સોફ્ટ પ્લે એરિયામાં રમવા માટે બાળકોનું ખૂબ વેઇટીંગ જોવા મળ્યું હતું અને ટ્રેકીંગ રાઇસમાં બાળકો જે મજા લેતા હતા તે જોઇને બાળકોની સાથે સાથે પેરેન્ટસ પણ આનંદ કરતા હતા,

એ સાથે જ હેલ્લી બેબી કોમ્પીટીશનનું રીઝલ્ટ જાહેર થતાં જ નવયુગનું એમ્સ્કી થીએટર ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યું. જેમાં આકર્ષક ઇનામો, ટ્રોફી તેમજ દરેક ભાગ લેનાર બાળકોને ભારતી સ્ટેશનરી દ્રારા શ્યોર ગ્રીટ તેમજ હતી-બની ડાયપર કંપની દ્વારા કોમ્પીટીશનમાં ભાગ લેનાર દરેક બાળકને ડાયપર ફીટ ગીફટ આપી હતી અને મોરબીના પ્રખ્યાત N.T. સ્ટુડીયો દ્રારા કોમ્પીટીશનમાં ભાગ લેનાર દરેક બાળકને તેના ફોટા સાથેની ફોટોફેમ ગીફ્ટ આપેલ હતી અને વિશાળ એરીયામાં અલગ અલગ પ્રકારના ફુડ સ્ટોલ પર પેરેન્ટસ અને બાળકોએ ભરપેટ નાસ્તાની મજા માણી હતી.

સાંજે કાર્યક્રમ પુરો થવાનો સમય 7:00 વાગ્યાનો હતો પણ 8:00 વાગ્યા સુધી હજારો બાળકો આનંદ માણી રહયા હતા છેવટે મેનેજમેન્ટ ટીમ દ્વારા તમામને રીક્વેસ્ટ કરી કાર્યક્રમ પૂર્ણ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

ખરેખર એક અવિસ્મરણીય અને અદભૂદ કાર્યક્રમ જોતા નવયુગની ટીમ તેમજ પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાને

બીરદાવવા માટે આ શબ્દો ખૂબ જ ઓછા છે.

Related posts

*હડીયાણા પ્રાથમિક શાળા ના આચાર્ય નો પુત્ર ઝળક્યો*

Hello Morbi

*HELLO MORBI:બેલાગામનીસીમ પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-૦૨ વાળા ગોડાઉન માંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૩૭૮૦ કિ.રૂ. ૧૫,૧૯,૩૨૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૨૦,૧૯,૩૨૦/- નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાય મોરબી*

Hello Morbi

*મોરબીમાં મીની લોકડાઉન : પાંચમી મે સુધી ચા-પાનના લારી ગલ્લા બંધ આવશ્યક ચીજવસ્તુ સિવાય તમામ ધંધા બંધ*

Hello Morbi

Leave a Comment