• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ધારાસભ્ય જીતુભાઇ સોમાણી ના સન્માન સમારોહમાં મોરબી લોહાણા મહાજનની અપીલને માન આપી પધારેલા રઘુવંશી અગ્રણીઓનો આભાર વ્યક્ત કરતા મહાજનના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી*

 

*મોરબી શ્રી લોહાણા મહાજન, રઘુવંશી ક્રાંતિ મંચ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ, રઘુવંશી યુવક મંડળ, રઘુવંશી મહિલા મંડળ, જલારામ મંદિર મહિલા મંડળ, લોહાણા વિદ્યાર્થી ભવન, જલારામ સેવા મંડળ, શ્રી જલારામ જન્મોત્સવ સમિતી, ખખ્ખર પરિવાર, સમસ્ત પોપટ પરિવાર સહીતની સંસ્થા ના અગ્રણીઓ દ્વારા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી નુ સન્માન કરવા માં આવ્યુ.*

*મોરબી લોહાણા મહાજન ની અપીલને માન આપી પધારેલ રઘુવંશી અગ્રણીઓનો આભાર વ્યક્ત કરતા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી*

તાજેતર માં ગુજરાત વિધાનસભા ની ચુંટણી યોજાઈ હતી જેમાં વાંકાનેર-કુવાડવા ૬૭ વિધાનસભા બેઠક પર રઘુવંશી સમાજ ના અગ્રણી, શ્રી રામધામ ના સ્વપ્નદ્રષ્ટા એવા મા.શ્રી જીતુભાઈ સોમાણી જંગી બહુમતી થી વિજયી બન્યા છે ત્યારે ૧૮૨ ધારાસભ્યો માંથી એક માત્ર રઘુવંશી ધારાસભ્ય તરીકે જીતુભાઈ સોમાણી એ સમસ્ત લોહાણા સમાજ ને ગૌરવ અપાવ્યુ છે ત્યારે સમસ્ત લોહાણા સમાજ ની એકતા ના પ્રતિક સમા પવિત્ર શ્રી રામધામ ખાતે ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી નો સન્માન સમારોહ તેમજ વિજયોત્સવ નુ આયોજન કરવા માં આવ્યુ હતુ. જેમાં મોરબી લોહાણા સમાજ ની વિવિધ સંસ્થાના અગ્રણીઓ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે થી પ્રસ્થાન કરી રેલી સ્વરૂપે શ્રી રામધામ મુકામે પહોંચ્યા હતા.
મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી, મંત્રી નરેન્દ્રભાઈ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, પ્રવિણભાઈ સેતા, પ્રફુલ્લભાઈ કોટક, મુંકુંદભાઈ મીરાણી,કિર્તીભાઈ પાવાગઢી,જીતુભાઈ પુજારા, જીતુભાઈ રાજવીર, દીપકભાઈ સોમૈયા, સી.પી. પોપટ, રમણીકભાઈ ચંડીભમર, નિર્મિત કક્કડ, રઘુવંશી ક્રાંતિ મંચ મોરબી જીલ્લા ના પ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી, જીલ્લા મહિલા પ્રમુખ મેઘાબેન દીપકભાઈ પોપટ, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના મોરબી ના અધ્યક્ષ હસુભાઈ પુજારા, રઘુવંશી ક્રાંતિ મંચ શહેર પ્રમુખ તેજશ ભાઈ બારા, નૈમિષભાઈ પંડિત, અમિતભાઈ દક્ષિણી, શહેર મહિલા પ્રમુખ ભાવનાબેન સોમૈયા, શ્રી રઘુવીર સેના સાર્વજનિક ટ્રસ્ટ ના ટ્રસ્ટી શ્રી હરીશભાઈ રાજા, રઘુવંશી યુવક મંડળ ના પ્રમુખ સંદીપભાઈ ખગ્રામ, ઉપપ્રમુખ જયેશભાઈ કોટેચા, ધર્મેશભાઈ ગંદા, પપ્પુભાઈ ચંડીભમર, પરિમલભાઈ હીરાણી, ભરતભાઈ રાચ્છ, લોહાણા વિદ્યાર્થી ભવન-મોરબી ના ઉપપ્રમુખ દીપકભાઈ પોપટ, રઘુવંશી મહિલા મંડળ અગ્રણી ચંદ્રિકાબેન કીશોરભાઈ પલાણ, જલારામ મંદિર મહિલા મંડળ ના ચંદ્રિકાબેન માનસેતા, ભારતીબેન ચતવાણી, મીનાબેન ચંડીભમર, જલારામ સેવા મંડળ અગ્રણી કીશોરભાઈ ચંડીભમર, અશોકભાઈ વલ્લભદાસ કાનાબાર, અનિલભાઈ સોમૈયા, વિશાલભાઈ ગણાત્રા, કીશોરભાઈ ઘેલાણી, જયંતભાઈ રાઘુરા, સંજયભાઈ હીરાણી, સમસ્ત પોપટ પરિવાર મોરબી ના અગ્રણીશ્રી પ્રફુલ્લભાઈ પોપટ (મંત્રી), દીપકભાઈ પોપટ, શૈલેષભાઈ પોપટ, જલારામ જન્મોત્સવ સમિતી ના પ્રમુખ નરેન્દ્રભાઈ પોપટ, પૂર્વ પ્રમુખ કીશોરભાઈ પલાણ ઉપરાંત ભૂપતભાઈ ચંડીભમર, પંકજભાઈ ખખ્ખર, સંજયભાઈ જમનભાઈ ભોજાણી, નિલેશભાઈ ખખ્ખર, હકાભાઈ રાજા, પ્રદીપભાઈ પોપટ, જીતુભાઈ રાચ્છ, દીપેનભાઈ ચગ, રાજુભાઈ ભમ્મર(ભવાની ટાઈમ), હર્ષદભાઈ ભગદેવ, દીપકભાઈ જોબનપુત્રા, અતુલભાઈ પુજારાસહીતનાં અગ્રણીઓએ રઘુવંશી જ્ઞાતિ રત્ન એવા ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણી નુ અદકેરૂ સન્માન કર્યુ હતુ. મોરબી લોહાણા મહાજન ની અપીલ ને માન આપી બહોળી સંખ્યા માં લોહાણા સમાજ ના અગ્રણીઓ શ્રી રામધામ મુકામે ધારાસભ્ય નાં સન્માન સમારોહ તેમજ વિજયોત્સવ માં ઉપસ્થિત રહ્યા તે બદલ મોરબી લોહાણા મહાજન પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણીએ સમસ્ત લોહાણા સમાજ નો આભાર વ્યક્ત કર્યો છે.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ-શ્રી લોહાણા મહાપરિષદ-મોરબી.
પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ-મોરબી.
પ્રમુખ-શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ
કન્વીનર- શ્રી લોહાણા મહાજન-મોરબી.

Related posts

*પારડી ગામે જલ સે નલ નું ખાતમુહૂર્ત કરાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સલાયાના રઘુવંશી સમાજના અગ્રણી અને સલાયા શહેર ભાજપ પ્રમુખ ચિરાગભાઈ તન્ના(લાલજીભાઈ ભૂવા)નો આજે જન્મ દિવસ*

editor

*HELLO MORBI:શ્રી જલારામ સત્સંગ મંડળ પાલનપુર દ્રારા શરૂ થયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન* 

editor

Leave a Comment