• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: જોડિયા તાલુકાના મેઘપર તાલુકા શાળામાં જિલ્લા જળ સ્ત્રાવ વિકાસ એકમ.જામનગર અમલિકૃત કૃષિ સિંચાઇ પરિયોજના અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો*

જોડિયા તાલુકાના મેઘપર તાલુકા શાળામાં જિલ્લા જળ સ્ત્રાવ વિકાસ એકમ.જામનગર અમલિકૃત કૃષિ સિંચાઇ પરિયોજના અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…………..
મેઘપર તાલુકા શાળામાં આજરોજ યોજનાકીય માહિતી અને પ્રચાર પ્રસાર તેમજ વિદ્યાર્થીઓ માં જળ બચાવ અને જળ સંરક્ષણ હેતુ જાગૃતિ કેળવાય તે હેતુસર જળ સંરક્ષણ જાગૃતિ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિટરસેડ કમ્પોનેટ 2.0 પ્રોજેકટ ના કર્મચારી જીતુભાઇ શિયાળ.મેઘપર ગામના સરપંચ જીવણભાઈ ચૌહાણ.ઉપ..સરપંચ વેલજીભાઈ ગોહિલ. તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકૃતત્વ.નિબંધ. ચિત્ર.જેવી અનેક સ્પર્ધાઓ રાખવામાં આવી હતી. આ સ્પર્ધાઓમાં શાળાના વિદ્યાર્થીઓ માંથી પ્રથમ. બીજા. ત્રીજા ક્રમ નંબર આપવામાં આવ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓ ને શિલ્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ સ્પર્ધામાં માં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ ને ભેટ સ્વરૂપે પેન આપવામાં આવી હતી. કાર્યક્રમ ના અંતે (WDC 2.0) પ્રોજેકટ ના કૃષિ કર્મચારી જીતુભાઇ શિયાળે વિદ્યાર્થીઓJ ને જળ સંરક્ષણ અંગેની વિવિધ યોજનાઓથી માહિતગાર કરી જળસંચય નું મહત્વ સમજાવ્યું હતું. આ કાર્યક્રમ ને સફળ બનાવવા અતિથીઓ.શાળાના આચાર્ય સુધાબેન લાખાણી. સ્પર્ધાના નિર્ણાયકો શારદાબેન.મેઘાભાઈ ભૂંડીયા. પી. સી. ખાટ.તેમજ કાર્યક્રમ સંચાલક દક્ષાબેન મહિડા તથા શાળાના વિદ્યાર્થીઓ સૌનો આભાર દર્શાવી રાષ્ટ્ગાન સાથે કાર્યકમ ને સફળ પૂર્ણાહુતી કરવામાં આવી હતી……………………………….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા.જી.જામનગર.
ગામ :: હડિયાણા………

Related posts

*HELLO MORBI NEWS: જિલ્લા કલેકટર શ્રી કે.બી.ઝવેરીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા*

editor

*HELLO MORBI મોરબી અયોધ્યાપુરી રોડ ખાતે બુધવારે શ્રી મામા સાહેબનું મોજીલું માંડલું યોજાશે*

Hello Morbi

*વાંકાનેર જીતુભાઈ સોમાણીના ઉપવાસ આંદોલનના સમર્થનમાં આજે મહિલાઓ દ્વારા ઉપવાસ ખાતે રામધૂન બોલાવવામાં આવી*

Hello Morbi

Leave a Comment