• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોબાઇલ ફોનની ચીલઝડપ કરનાર અઠંગ ચોરને ૨૩ ફોન સાથે ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

મોરબી તા ૭ : મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે આજે બાતમીના આધારે મોરબીના જાંબુડીયા ગામ પાસેથી મોબાઇલ ફોનની ચીલઝડપ કરનાર અઠંગ ચોરને ચીલઝડપમાં ગયેલ મોબાઇલ ફોન તથા અન્ય મોબાઇલ ફોન નંગ-૨૩ તથા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૧,૩૦,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધો હતો.

મોરબી એલસીબીના પીઆઇ ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.જે.ચૌહાણ તથા એન.એચ.ચુડાસમા અને એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કોડ, સ્ટાફના માણસો સાથે ચોરીના બનાવો અટકાવવાની કાર્યવાહી કરવા મોરબી તાલુકા વિસ્તારમાં પ્રયત્નશીલ હતા. દરમ્યાન ખાનગીરાહે મળેલ હકીકત આધારે આરોપી કાનજીભાઇ ઉર્ફે કાનો રાજેશભાઇ ચાવડા (ઉ.વ.૨૧ રહે મોરબી-૦૨ સામાકાંઠે પટેલ સોસાયટી સામે રામકૃષ્ણનગર)ને અલગ અલગ કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૨૩ સાથે પકડી પાડી મોરબી એલ.સી.બી કચેરી ખાતે લાવી મોબાઇલ ફોન બાબતે સઘન પુછપરછ કરતા આ મોબાઇલ પોતે તથા પોતાના મિત્રો સાથે મળી અલગ અલગ તારીખ સમયે મોરબી તાલુકાના બેલા, રંગપર, ઘુટ રોડ, લખધીરપુર રોડ, જાંબુડીયા, સરતાનપર રોડ, માટેલ-ઢુવા રોડ પર આવેલ કારખાના વિસ્તારમાંથી મજુર પાસેથી ચિલઝડપ કરી આચકી પડાવીને મેળવેલ હોય જે મોબાઇલ ફોન બાબતે વેરીફાઇ તપાસ કરતા મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાસેથી મજુર પાસેથી રીયલ મી કંપનીનો મોબાઇલ ફોન આચકી ચિલઝડપ કરી મેળવેલ હોય જે બાબતે ગુન્હો નોંધાયો હોય જેથી આરોપી પાસેથી ચિલઝડપમાં ગયેલ મોબાઇલ ફોન તથા અન્ય અલગ અલગ કંપનીના મોબાઇલ ફોન મળી કુલ મો.નંગ-૨૩ કિ.રૂ.૧,૧૫,૦૦૦ તથા હીરો સ્પ્લેન્ડર મો.સા. કી.રૂ. ૧૫,૦૦૦ નો મુદામાલ કબજે કરી વધુ તપાસ અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા દિવાળી ના તહેવારો ની રજાઓ માં કચ્છ માં લોકોને પ્રવાસીઓ ઉમટી પડ્યા*

editor

*HELLO MORBI:શ્રી રામનવમીના પવિત્ર દિવસે ડીસાના વાલ્મીકી સમાજે જલારામ મંદિર ખાતે આરતીનો લાભ લઈ સમરસતા પર્વની કરી ઉજવણી*

editor

*મોરબીમાં એક્ટિવામાં દારૂ લઈને નીકળેલા બે ઝડપાયા*

Hello Morbi

Leave a Comment