• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:પોકેટકોપ એપની મદદથી મોરબી સિટી બી ડિવી પો.સ્ટે.વિસ્તાર માંથી થયેલ કાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બીજી ચોરીછળકપટથી મેળવેલ કાર મળી બે કાર સહીત કુલ રૂ ૮૦,૫૦૦૦ના મુદામાલ સાથે એક ઈસમ ને પકડી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

પોકેટકોપ એપની મદદથી મોરબી સિટી બી ડિવી. પો.સ્ટે.વિસ્તાર માંથી થયેલ કાર ચોરીના ગુનાનો ભેદ ઉકેલી બીજી ચોરી/છળકપટથી મેળવેલ કાર મળી બે કાર સહીત કુલ રૂ. ૮૦,૫૦૦૦/- ના મુદામાલ સાથે
એક ઇસમને પકડતી પાડતી ક્રાઇમ બ્રાન્ચ મોરબી
તા-૨૨/૦૩/૨૦૨૩
શ્રી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટ તથા શ્રી, રાહુલ ત્રિપાઠી પોલીસ અધિક્ષક મોરબી ના ઓએ મોરબી જીલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા તથા ગુન્હેગારો પકડવા શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ.શ્રી એલ.સી.બી. મોરબી નાઓને સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબી તથા શ્રી કે.જે.ચૌહાણ, શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો કાર્યરત હતા. દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના માણસોને ખાનગીરાહે હકિકત મળેલ કે, ચોરી કે છળકપટથી મેળવેલ હુડાંઇ કંપની ની “ઓરા “ કાર નંબર પ્લેટ વગરની સાથે ધવલગીરી સ.ઓ. વિજયગીરી દોલતગીરી ગોસાઇ । અતીત રહે. રાજકોટ વાળાને ખાનપર રોડ ઉપરથી નંબર પ્લેટ વગરની ઘુડાંઇ કંપની ની “ઓરા ” સાથે પકડી તેની પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય અને પોકેટકોપ એપ્લીકેશન મારફતે ખરાઇ કરતા સદરહું કાર મો.સી.બી.ડિવી. પો.સ્ટે. ૦૬૧૦/૨૦૨૩ ઇ.પી.કો.કલમ ૩૭૯,૧૧૪ મુજબના કામે ચોરીમાં ગયેલ મુદામાલની હોવાનું જણાય આવતા મજકુરની વિશેષ પુછપરછ કરતા પોતે તથા પોતાના સાથીદાર આનંદભાઇ શાંતિલાલ ઠકકરાલુવાણા રહે. રાજકોટ વાળા સાથે મળી આ કાર મોરબી બાયપાસરોડ, શેરે પંજાબ હોટલે ડ્રાઇવરને જમવાના બહાનેકાર માંથી ઉતારી કાર ચોરી લઇ જઇ ભાગી ગયેલનું જણાવેલ તેમજ રાજકોટ, ગ્રીનલેન્ડચોકડી ખાતેથી એક હ્યુંડાઇ કંપની ની “ ઓરા ” કાર ભાડેથી લઇ જવાનું કહી આજથી આશરે અઢી- ત્રણ માસ પહેલા ગાડી લઇ ગયેલ જે ગાડી ધૂળકોટ મુકામે વેચવા કે ગીરવે મુકવાના ઇરાદે સંતાડી રાખેલ હોય જે ગાડી પણ રીકવર કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી સિટી બી ડિવી, પો.સ્ટે. તરફ સોપવામાં આવેલ છે.
આમ, મોરબી સિટી બી ડિવી, પો.સ્ટે. ખાતે ફોર વ્હીલકારની થયેલ ચોરીના ગુનાનો ગણતરીના દિવસોમાં ઉકેલી
ચોરીમાં ગયેલ કાર તથા એક આરોપીને હસ્તગત કરવામાં મોરબી એલ.સી.બી.ને સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપીનું નામ સરનામુ:-
(૧) ધવલગીરી વિજયગીરી ગોસાઇ ઉવ-૨૧ રહે.પરાપીપળીયા, એકતા સોસાયટી, જામનગરરોડ, રાજકોટ
પકડવાનો બાકી આરોપીનું નામ સરનામુ:- – (૧) આનંદભાઇ શાંતિલાલ ઠકકર/લુવાણા રહે. બેડીચોકડી, રેડરોઝ હોટલ પાછળ અમૃતપાર્ક, શેરી નં.-૦૧, રાજકોટ, – પકડાયેલ મુદામાલ :-
(૧) હ્યુંડાઇ કંપનીની “ ઓરા ” નંબર પ્લેટ વગરની એન્જીન નંબર GLAMM060067 ચેસીસ નંબર
MA.B241CLMN101190 વાળા છે જેની કી.રૂ. ૪,૦૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે. (૨) હ્યુંડાઇ કંપની ની ” ઓરા ” નંબર પ્લેટ વગરની એન્જીન નંબર G4LANM180304 ચેસીસ નંબર
MALB241CLNM126143 વાળી કિ.રૂ. ૪,૦૦,૦૦૦/-ગણી સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે તે (3) વીવો કંપનીનો એન્ડ્રોઇડ ફોન નંગ-૦૧ કિ.રૂ. ૫૦૦૦/- મળી કુઇ રૂ. ૮૦,૫૦૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. – જાહેર જનતા જોગ સંદેશ ઃ-
પકડાયેલ તથા નહીં પકડાયેલ આરોપીઓ ડ્રાઇવીંગના ધંધો સાથે સંકડાયેલ હોય અને આરોપીઓ ફોર વ્હીલ ગાડી ભાડે કરી રસ્તામાં ડ્રાઇવર ગાડી રેઢી મુકી ચા-પાણી, નાસ્તો કરવા કે જમવા જાય તો આરોપીઓ ગાડી ચોરી કરી નાશી ભાગી જવાની ટેવવાળા છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી,એન.એચ.ચુડાસમા,શ્રી, કે.જે.ચૌહાણ શ્રી
એ.ડી.જાડેજા તથા એલ.સી.બી./ પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ

Related posts

*ડૉ.બાબા આંબેડકર સાહેબની ૧૩૦ મીજન્મ જયંતિ નિમિત્તે પી.એસ.આઇ એ ફૂલહાર કરી સેલ્યુટ સાથે ઉત્સાહભેર ઉજવણી કરી*

Hello Morbi

*સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા સીરામીક એસો.ને સેવાકીય પ્રવૃત્તિઓ માટે રૂ. 21 લાખનું અનુદાન*

Hello Morbi

*મોરબી જિલ્લા ના રઘુવંશી લોહાણા સમાજના મહિલા અગ્રનીય અલ્પાબેન કક્કડ નો આજે જન્મ દિવસ*

Hello Morbi

Leave a Comment