• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ કુલ- ૨ ગુનામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ*

ટંકારા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ રૂ.૮,૨૧,૦૦૦/-ના જીરાની ઘરફોડ ચોરી તથા ગેંગ કેસ મળી કુલ- ૨ ગુનામાં છેલ્લા ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડતી મોરબી ક્રાઇમ બ્રાન્ચ
તા.૦૩/૧૧/૨૦૨૩
શ્રી અશોક કુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી નાઓને સુચના આપતા જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબીના માર્ગદર્શન હેઠળ શ્રી એન.એચ.ચુડાસમા તથા શ્રી કે.એચ.ભોચીયા પો.સબ.ઇન્સ. એલ.સી.બી મોરબી તથા એલ.સી.બી સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એલ.સી.બી.ના HC ચંદુભાઇ કાણોતરા તથા PCદશરથસિંહ પરમાર, ભરતભાઇ જીલરીયા અને તેજશભાઇ વિડજા ને ખાનગી રાહે હકિકત મળેલ કે, (૧) ટંકારા તાલુકા પો.સ્ટે.એ પાર્ટ .ગુ.ર.નં.૦૭૬૭/૨૦૨૨ આઇ.પી.સી.કલમ- ૪૫૭,૩૮૦,૧૧૪ તથા (૨) ટંકારા તાલુકા પો.સ્ટે.એ પાર્ટ ગુ.ર.નં.૦૦૭૫/૨૦૨૩ આઇ.પી.સી.કલમ-૪૦૧,૩૪ મુજબના ગુનાના કામે નાસતો ફરતો આરોપી અજય ઉર્ફે અજલો ઉર્ફે ખુજલી ભુરીયા રહે.મોરબી પાડાપુલ નીચે મૂળ રહે,ગામ બેટમા તા.દેપાલપુર જી. ઇન્દોર વાળો હાલે પાડાપુલ નીચે આવેલ હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા તુરંત જ ઉપરોકત સ્ટાફ સાથે હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી અજય ઉર્ફે અજલો ઉર્ફે ખુજલી સ/ઓ મદનભાઇ (પાલક પિતા પ્રકાશભાઇ) ભુરીયા/અનુ.જનજાતી ઉ.વ.૨૨ રહે.મોરબી પાડાપુલ નીચે મૂળ રહે.ગામ બેટમા તા.દેપાલપુર જી.ઇન્દોર (મધ્યપ્રદેશ) વાળાને પાડાપુલ નીચેથી આજરોજ તા.૦૩/૧૧/૨૩ ના રોજ પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસ સ્ટેશનને સોપી આપેલ છે.
આમ, ટંકારા પોલીસ સ્ટેશનમાં કુલ રૂ.૮,૨૧,૦૦૦/- ના જીરા ચોરીના તેમજ ગેંગ કેસના એમ કુલ-૨ ગુનામાં ૧ વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં મોરબી ક્રાઇમ બ્રાન્ચ ને સફળતા મળેલ છે.
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી ડી.એમ.ઢોલ પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI શ્રી એન.એચ.ચુડાસમા, શ્રી કે.એચ.ભોચિયા, શ્રી એ.ડી.જાડેજા તથા એલ.સી.બી ) પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબીના સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*રાજ્યના પ્રાથમિક શિક્ષકોના હિતમાં મુખ્યમંત્રીશ્રીનો મહત્વપૂર્ણ નિર્ણય*

Hello Morbi

*ટંકારા: માનવતા ધર્મએ દરેક લોકોનો ધર્મ હોવો જોઇએ, અને આજ વાતને ટંકારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ધર્મેન્દ્રભાઈ ક્ક્કડ અને ટંકારા વિધાનસભાના સંગઠનમંત્રી નરોત્તમભાઈ ગોસરાએ સાર્થક કરી છે*

Hello Morbi

*મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈરૂપાણીએ 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિવસ અવસરે ફાળો અર્પણ કરી દેશ ની સરહદો સાચવતા અને માતૃભૂમિ ની રક્ષા કરતા વીર સેનાનીઓ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી*

Hello Morbi

Leave a Comment