• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી ખાતે જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની કચેરી દ્વારા જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધા યોજાશે*

રમત-ગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા પ્રેરિત, કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી,મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા બાળ નાટ્ય અને બાળ નૃત્ય નાટિકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે. મોરબી જિલ્લાના ૬ થી ૧૪ વર્ષના બાળકો આ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.

એક કૃતિમાં ઓછામાં ઓછા ૧૨ અને વધુમાં ૧૬ સ્પર્ધકો ઉપરોક્ત કૃતિમાં ભાગ લઈ શકશે. આ સ્પર્ધાનું નિયત નમુનાનું ફોર્મ ભરીને તા. ૨૬/૧૨/૨૦૨૩ બપોરે ૧૨:૦૦ કલાક સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં.૨૩૬/૨૫૭, ૨જો માળ, તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબી-૨ ૩૬૩૬૪૨ ખાતે જમાં કરવાના રહેશે. તા.૨૬/૧૨/૨૦૨૩ પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગત વાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહી તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

*જામનગર એસટી ડેપોમાં નિષ્ઠાથી ફરજ બજાવનાર એસટી ડ્રાઇવર સ્વેચ્છિક નિવૃત્તિ લેતા સાલ ઓઢાડી સન્માનિત કરાયા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી 𝐎𝐒𝐄𝐌 𝐂𝐁𝐒𝐄 સ્કુલ ખાતે જીલ્લા કક્ષાની 𝐂𝐁𝐒𝐄 𝐒𝐓𝐄𝐌 𝐃𝐋𝐃 ટ્રેનિંગ યોજાઈ*

editor

*શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૪૦ દર્દીઓએ લાભ લીધો , ૧૯૭ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન*

Hello Morbi

Leave a Comment