• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વિશ્ર્વ ગુજરાતી સમાજ દ્રારા શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાનું કરવામાં આવેલ સન્માન*

વિશ્ર્વ ગુજરાતી સમાજ દ્રારા શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાનું કરવામાં આવેલ સન્માન
છેલ્લા સાડા ચાર વર્ષથી દર ગુરૂવારે પૂજ્ય જલારામ બાપાના ભજન સત્સંગ થકી 24 જેટલી ગૌશાળાઓમાં ઘાસ પેટે રૂપિયા 57 લાખ જેટલી પ્રેરણાદાયી ગૌસેવા કરનાર શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળની સરાહનીય કામગીરીની ગૌરવભેર નોંધ લઈ વિશ્ર્વ ગુજરાતી સમાજ દ્રારા દબદબાભેર સન્માન કરવામાં આવ્યું હતું.
પહેલી મે ગુજરાત સ્થાપના દિવસ નિમિતે વિશ્ર્વ ગુજરાતી સમાજે વિવિધ સ્થળોએ અનેક ગૌરવશાળી ગુજરાતીઓનું સન્માન કર્યું હતું ત્યારે તેની યુથ વીંગની એડવાઈઝર કમિટીના સદસ્ય ડીસા સ્થિત બળદેવભાઈ રાયકાએ શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાની સમગ્ર ટીમ તેમજ તેના મુખ્ય સંકલનકાર ભગવાનભાઈ બંધુનું મોમેન્ટો,સાલ તેમજ ફૂલછડીથી જલારામ મંદિર ડીસા ખાતે સન્માન કર્યું હતું.આર.એસ. એસ.ના અગ્રણી શૈલેષભાઈ સિસોદીયાએ કાર્યક્રમની રૂપરેખા રજૂ કર્યા બાદ નવીનભાઈ પ્રજાપતિએ સુમધુર કંઠે પ્રાર્થના ગાન કર્યું હતું.
આ શુભ અવસરે ડીસાના પ્રતિષ્ઠિત સેવાભાવી અગ્રણીઓ તેમજ જલારામ સત્સંગ મંડળના સર્વ મફતલાલ મોદી,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,શશીકાંતભાઈ ડી.ઠકકર,પી.સી.સોલંકી ડેપ્યુટી એન્જિનિયર,મહેશભાઈ ઉડેચા,આનંદભાઈ પી.ઠકકર,ચંદુભાઈ એટીડી,નટુભાઈ લીંબાચીયા,મહેશભાઈ મનવર,શારદાબેન આચાર્ય,શિલ્પાબેન ઠકકર,જ્યોતિબેન ઠકકર,રવિનાબેન,મીનાબેન,નિર્મળાબેન,હંસાબેન,ૠત્વીબેન,જાનકીબેન,કમલેશભાઈ રાચ્છ,જયેશભાઈ દેસાઈ,ઈશ્ર્વરભાઈ રાવળ,મનુભાઈ રતાણી,પિયુષભાઈ અખાણી,લાલાભાઈ ઠકકર,વિષ્ણુભાઈ ઠકકર,મનોજભાઈ ચૌહાણ,શશીકાંતભાઈ ત્રિવેદી,જયેશભાઈ પરમાર,સુરેશભાઈ વકીલ,નિલેષભાઈ રાવલ,ભરતભાઈ ગોકલાણી,મનુભાઈ પૂજારા,દેવચંદભાઈ એન.ઠકકર,દીલીપભાઈ રતાણી,દિનેશભાઇ કવિરાજ,પ્રકાશભાઈ એન.ઠકકર સહિત ખૂબ જ મોટી સંખ્યામાં જલારામ ભકતો,ગૌભકતો,રાષ્ટ્ર ભકતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.માત્ર જલારામ બાપાના ભજનના માધ્યમથી આવડી મોટી ગૌસેવા કરવા બદલ શ્રી જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાની ચોમેર પ્રશંશા થઈ રહેલ છે તેમજ તારીખ 31-12-2024 સુધીનાં ભજનોની પણ નોંધણી થઈ ચૂકી છે.ડીસાનું જલારામ મંદિર સમગ્ર ગુજરાતમાં પ્રથમ હરોળનું દર્શનધામ,ભકિતધામ તેમજ સેવાધામ બની ચૂકેલ છે.

Related posts

ભારતરત્ન વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપાયી નાં જન્મદિવસ ને સુશાસન દિવસ તરીકે ની ઉજવણી. બાલંભા માં

Hello Morbi

*કારખાના યુનીટના પરપ્રાંતિય કર્મચારીઓ અને મજૂરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા:દશનામ ગોસ્વામી સમાજ ના સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment