• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા ખાતે ૨૩ ઓગસ્ટના રોજઔદ્યોગિક ભરતી મેળો યોજાશે*

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૩-૦૮-૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ–મોરબી હાઇવે, રામદેવ પીરના મંદીરની બાજુમાં આઈ.ટી.આઈ–ટંકારા, ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક / એસએસસી / એચએચસી / આઇટીઆઇ / સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

Related posts

*HELLO MORBI:ટંકારા તાલુકાના ૯ પાસ યુવા ખેડૂતે આગવા કૌશલ્ય થકી માન.રાષ્ટ્રપતિશ્રી દ્રોપદી મુર્મુની ઉપસ્થિતિમાં સન્માન મેળવ્યું*

editor

*HELLO MORBI:સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત મોરબી જિલ્લાની ૧૦ ગ્રામ પંચાયતને ટ્રેકટર-ટ્રોલી અર્પણ કરાયા*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લા પોલીસ વડા શ્રીરાહુલ ત્રિપાઠી સાહેબના અધ્યક્ષ સ્થાને મોરબીના રંગપર ગામે લોક દરબાર યોજાયો*

editor

Leave a Comment