• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO MORBILatest-News

મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પૂ.જલારામ બાપા ની ૨૨૧ મી જન્મજયંતિ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવાશે

 

પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ વિશેષ વ્યક્તિઓ ના હસ્તે સરપ્રાઈઝ કેક કટીંગ નુ અનેરૂ આયોજન

પ્રભાતધૂન, પૂ.જલારામબાપા નુ પૂજન,અન્નકુટ દર્શન, કેક કટીંગ, મહાઆરતી, પ્રસાદ વિતરણ સહીત ના કાર્યક્રમો

કોરોના ની મહામારી ના પગલે ભક્તજનો ને આખો દીવસ પ્રસાદ પેકીંગ મા વિતરણ કરવા મા આવશે

મોરબી તા 19

સંત સિરોમણી શ્રી પૂજ્ય જલારામ બાપા ની ૨૨૧ મી જન્મ જયંતિ આવી રહી છે, દેશ વિદેશ ના ભક્તજનો મા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી ના શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા તા.૨૧-૧૧-૨૦૨૦ શનીવાર કારતક સુદ સાતમ ના રોજ પૂ.જલારામબાપા ની ૨૨૧મી જન્મજયંતિ પંચવિધ કાર્યક્રમો સહ ભક્તિભાવ પૂર્વક ઉજવવા નુ આયોજન કર્યુ છે. જે અંતર્ગત સવારે ૬ કલાકે પ્રભાતધૂન, ૯ કલાકે પૂ. જલારામ બાપા નુ પૂજન, ૧૦ કલાકે અન્નકુટ દર્શન, બપોરે ૧૧:૩૦ કલાકે વિશેષ વ્યક્તિઓના હસ્તે કેક કટીંગ, બપોરે ૧૨ કલાકે મહાઆરતી નુ આયોજન કરવા મા આવ્યુ છે. કોરોના ની મહામારી ના પગલે પ્રવર્તમાન વર્ષે મહાપ્રસાદ ને બદલે આખો દીવસ ભક્તજનો ને પ્રસાદ વિતરણ પેકીંગ મા કરવા મા આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા પ્રતિવર્ષ જલારામ જયંતિ ના પાવન પર્વ નિમિતે અતિથી વિશેષ તરીકે સમાજ ની વિશેષ વ્યક્તિઓ ને આમંત્રીત કરી તેમના હસ્તે કેક કટીંગ કરાવવા મા આવે છે. *પ્રથમ વર્ષે મનોવિકલાંગ બાળકો, બીજા વર્ષે થેલેસેમિયાગ્રસ્ત બાળકો,ત્રીજા વર્ષે અંધજનો,ચોથા વર્ષે ભિક્ષુકો,પાંચમા વર્ષે શહીદ પરિવાર,છઠ્ઠા વર્ષે વૃધ્ધાશ્રમ ના વડીલો,સાતમા વર્ષે અનાથાશ્રમ ની બાળાઓ,આઠમા વર્ષે કીન્નરો,નવમા વર્ષે મહિલા ટ્રાફીક બ્રિગેડ, દસમા વર્ષે શારીરીક વિકલાંગ આત્મનિર્ભર મહીલાઓ દ્રારા કેક કટીંગ કરવા મા આવ્યુ હતુ.પ્રવર્તમાન વર્ષે પણ સમાજ ના આવા જ વિશેષ વ્યક્તિઓ ને અતિથી વિશેષ તરીકે સ્થાન આપી, તેમના વરદ્ હસ્તે કેક કટીંગ કરી જલારામ જયંતિ ઉજવવા મા આવશે*.

આમંત્રિત વિશેષ વ્યક્તિઓ નુ નામ સરપ્રાઈઝ રાખવા મા આવેલ છે જે જલારામ જયંતિ ના દીવસે જાહેર થશે. ઉપરોક્ત તમામ કાર્યક્રમ મા સર્વજ્ઞાતિય જલારામ ભક્તો ને પધારવા ભાવભર્યુ નિમંત્રણ છે.

લી.
નિર્મિત કક્કડ
પ્રમુખ
શ્રી જલારામ સેવા મંડળ
મોરબી.

Related posts

*HELLO MORBI:વૈશાખ સુદ બીજ ની શ્રી દરીયાલાલ મંદિર નરશીપરા ધ્રાંગધ્રા ખાતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી*

editor

*જામનગર એસટી ડેપોમાં નિષ્ઠાથી ફરજ બજાવનાર એસટી ડ્રાઇવર સ્વેચ્છિક નિવૃત્તિ લેતા સાલ ઓઢાડી સન્માનિત કરાયા*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે જીજ્ઞેશભાઈ ભગવાનજીભાઈ પોપટ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૭૨ દર્દીઓએ લાભ લીધો*

editor

Leave a Comment