• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીમાં દલવાડી સર્કલ-લીલાપર ચોકડી, રવાપર ગામ-રવાપર ચોકડી,ભક્તિનગરથી ઉમિયા સર્કલ રસ્તાઓ પર ભારે વાહનોને પ્રવેશબંધી*

*મોરબીમાં દલવાડી સર્કલ-લીલાપર ચોકડી, રવાપર ગામ-રવાપર ચોકડી,ભક્તિનગરથી ઉમિયા સર્કલ રસ્તાઓ પર ભારે વાહનોને પ્રવેશબંધી*

*ટ્રાફીક સમસ્યા હલ કરવા માટે તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું બહાર પડાયું*

*માહિતી બ્યુરો,મોરબી*
મોરબી શહેરમાં વાહનોની સંખ્યામાં વધારો થયો હોવાથી દલવાડી સર્કલ થી લીલાપર ચોકડી સુધી, રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી સુધી તથા ભક્તિનગરથી ઉમિયા સર્કલ સુધી દિવસ દરમિયાન ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવે તો ટ્રાફીક સમસ્યા હલ થઈ શકે તેમ છે.

જેથી જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી જી.ટી. પંડયા દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૩૩(૧) બી અન્વયે (૧) દલવાડી સર્કલ થી લીલાપર ચોકડી, (૨) રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી અને (૩) ભક્તિનગર થી ઉમીયા સર્કલ રસ્તાઓ પર તા.૩૧/૧૦/૨૦૨૩ સુધી સવારના કલાક-૦૮:૦૦ થી રાત્રીના કલાક-૧૨:૦૦ સુધી ભારે વાહનોને પસાર થવા ઉપર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે.

આ જાહેરનામું ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના વાહનો, સરકારી વાહનો, ફાયર ફાઇટર, સ્કુલ/કોલેજના વાહનો, ઇમરજન્સી વાહનો, આવશ્યક ચીજ વસ્તુઓ સાથે સંકળાયેલા તમામ વાહનો તેમજ પૂર્વ મંજુરી મેળવેલ હોય તેવા વાહનોને લાગુ પડશે નહિ.

Related posts

*HELLO MORBI NEWS: ટંકારા:શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્ર વિશિષ્ટ કામગીરી બદલ પારિજાત સાહિત્ય સંસ્થા દ્વારા સોલંકી હેતલબેન ને સન્માનિત કરવામાં આવ્યા*,

editor

*લાલપુર તાલુકા ભાજપ પરિવાર દ્વારા વડા પ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી*

Hello Morbi

*HELLO MORBI:મોરબી શ્રી પરશુરામ યુવા ગૃપ દ્વારા આયોજીત ત્રી દિવસીય નાઈટ ટુર્નામેન્ટમાં મહાદેવ આર્મી ઇલેવન વિજેતા*

editor

Leave a Comment