• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:જાણીતા લેખક તેમજ સમાજસેવક ભગવાનભાઈ બંધુનું ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિએશન દ્રારા કરવામાં આવેલ સન્માન*

જાણીતા લેખક તેમજ સમાજસેવક ભગવાનભાઈ બંધુનું ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિએશન દ્રારા કરવામાં આવેલ સન્માન
છેલ્લા 25 વર્ષથી રખેવાળ દૈનિકમાં જીવનદર્શન કોલમના માધ્યમથી સમગ્ર માનવ સમાજમાં ચાલતી સારી પ્રવૃતિઓ,સારી સંસ્થાઓ તેમજ સારી વ્યક્તિઓ વિષે લેખ લખી અનેકજનોને પ્રોત્સાહિત કરતા જાણીતા લેખક,નિસ્વાર્થ સમાજસેવક તેમજ બનાસકાંઠા જિલ્લા ગૌરક્ષા પ્રચારક એવા ભગવાનભાઈ બંધુનું ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિએશનના નિષ્ઠાવાન પ્રમુખ નાગરભાઈ પરમાર તેમજ તેમની ટીમે સાલ તેમજ ફૂલહારથી દબદબાભેર સન્માન કર્યું હતું.છેલ્લા દસ વર્ષથી ડીસા તાલુકા પેન્શનર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે કાબિલેદાદ કામગીરી કરનાર નાગરભાઈ પરમારની સમર્પિત સેવાનું જીવનદર્શનમાં વિગતવાર આલેખન કરાતાં સમગ્ર મંડળ તેમજ તેમના સમાજે અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો.
યોગ્ય વ્યક્તિની,યોગ્ય સમયે,યોગ્ય નોંધ લેવાતાં સૌએ ભગવાનભાઈ બંધુને પણ અભિનંદન આપ્યા હતા.સન્માનના આ શુભ અવસરે પેન્શનર્સ એસોસિએશનના સર્વ કનુભાઈ કે.આચાર્ય,નાથાલાલ બ્રહ્મક્ષત્રિય,પ્રવિણભાઈ સાધુ,ચંદુભાઈ એટીડી,એમ.એ.સોલંકી,રમણભાઈ પ્રજાપતિ,રમેશભાઈ ઠક્કર,મૂળજીભાઈ પ્રજાપતિ,શાંતિલાલ ત્રિવેદી સહિત સૌ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.નાગરભાઈ પરમારે તેમની મુલાકાતમાં જણાવ્યું હતું કે વર્ષોથી પેન્શનર્સ મિત્રો માટે કામ કરીએ છીએ પણ જિંદગીમાં પહેલીવાર ભગવાનભાઈ બંધુએ અમારા કામની કદર કરી અમને પ્રોત્સાહિત કર્યા છે તેથી વિશેષ કામ કરવાની શકિત અને બળ મળ્યું છે.બીજાના કામની કદર કરવાવાળા માણસો પણ આ દુનિયામાં પડ્યા છે તે જાણી ઉપસ્થિત સૌએ હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

Related posts

*માળિયા નજીક બેઠો પુલ જોખમી બન્યો રીક્ષા ખાબકી*

Hello Morbi

*HELLO MORBI NEWS:વિરપુર (જલારામ ધામ) ખાતે તા.૨૯-૯ ના રોજ યોજનાર રઘુવંશી મહાસંમેલન માં મોરબી લોહાણા સમાજ ના અગ્રણીઓ મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી પ્રસ્થાન કરશે.*

editor

*મોરબીમાં અજાણ્યા વાહન હડફેટે લેતા રાહદારીને ઇજા*

Hello Morbi

Leave a Comment