• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા બાબતે કલેક્ટરશ્રીએ આસપાસના ગામના સરપંચશ્રીઓ સાથે બેઠક યોજી*

મોરબી જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને તથા ટંકારા-પડધરી ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં મોરબીને મહાનગર પાલિકાનો દરજ્જો અપાવવા બાબતે આસપાસના ગામના સરપંચશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મોરબી જિલ્લાની તાજેતરની મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લાના પદાધિકારીઓએ મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો અપાવવા તથા મવુડા અમલી કરવા રજૂઆત કરી હતી. જે અન્વયે આપણે સરકાર સમક્ષ રજૂઆત કરવાની થાય છે. સરપંચશ્રીઓને તેમણે જણાવ્યું હતું કે, મોરબીના વિકાસ માટે મહાનગરપાલિકા બનાવવી અને મવુડાનો અમલ ખૂબ જરૂરી છે. શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારી શકાય અને આસપાસના વિસ્તારોને વિવિધ ગ્રાન્ટ મળવાપાત્ર બને તે માટે મોરબી મહાનગરપાલિકામાં તેમજ મવુડામાં કયા કયા ગામનો સમાવેશ કરવો તે અંગે સરપંચ સરપંચશ્રીઓના અભિપ્રાય મેળવ્યા હતા.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડીડી જાડેજાએ પણ મોરબીમાં સફાઈના પ્રશ્નો, સ્ટાફના પ્રશ્નો તેમજ અનેક અદ્યતન સુવિધાઓ અને ભવિષ્યના લાંબા આયોજન માટે મહાનગરપાલિકા તેમજ મવુડાના અમલીકરણ માટે હકારાત્મક વલણ અપનાવવા જણાવ્યું હતું
આ બેઠકમાં ટંકારા-પડધરી ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાએ સરપંચશ્રીઓને સંબોધીને જણાવ્યું હતું કે, ભવિષ્યની પેઢીની સુખ સગવડ માટે તેમજ મોરબીની ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ઓથોરિટી ખૂબ જરૂરી છે. મોરબીમાં રીંગરોડ બને તો ટ્રાફિક સમસ્યા ઉકેલી શકાય. પ્રજાના હિત માટે આ પ્રયાસને પ્રોત્સાહન આપવા અને સૌને સહારા પ્રયાસો કરવા તેમણે સૌને અપીલ કરી હતી.
આસપાસના ગામમાંથી આવેલા સરપંચશ્રીઓએ મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળે તથા મવુડાના અમલીકરણ માટે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો અને જણાવ્યું હતું કે, આગામી ગ્રામસભામાં મહાનગરપાલિકા તેમજ મવુડાથી ગ્રામીણ વિસ્તારોને થનાર લાભો વિશે ગ્રામજનોને વાકેફ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

આ તકે પ્રેસેન્ટેશન દ્વારા સમગ્ર આયોજન અંગે સરપંચશ્રીઓને માહિતી આપવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજા, ટંકારા પડધરી ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરિયા, મોરબી પ્રાંત અધિકારીશ્રી ડી.એ. ઝાલા, ડેપ્યુટી કલેક્ટરશ્રી ડી.સી.પરમાર તથા વિવિધ ગામના સરપંચશ્રીઓ અને તલાટી-મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાગાયત ખાતાની વિવિધ યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પરખેડુતો દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે**

editor

*HELLO MORBI:વાવાઝોડા આગાહી વખતે શું કરવું અને શું નહીં કરવું તે બાબતે દિશાનિર્દશો જારી કરાયા*

editor

*HELLO MORBI: યોગ્ય માવજત થકી કરોચણાના પાકમાં લીલી ઈયળનું નિયંત્રણ*

editor

Leave a Comment