• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ખરીફ પાકોના બિયારણની ખરીદી અંગેનીમાર્ગદર્શીકા જાહેર કરાઇ*

મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણની ખરીદી કરવા ઇચ્છુક ખેડૂતો એ બિયારણની ખરીદી વખતે ખાસ કાળજી લેવી. ખેડુતો એ માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવા નાયબ ખેતી નિયામક શ્રી એ ખેડૂતોને અનુરોધ કર્યો છે.
બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ સરનામું અને જે બિયારણ ખરીદેલ હોય તેનું નામ, લોટ નંબર, ઉત્પાદન અને મુદત પૂરી થવાની વિગત દર્શાવતું બીલ સહી સાથે અવશ્ય લેવું. બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ, તેમજ તેની મુદત પૂરી થઈ ગયેલ નથી તે બાબતે ખાસ ચકાસણી કરવી અને કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા બિયારણની ખરીદી નહીં કરવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે.

ઉપરાંત કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલ ન હોય તેવા ૪જી અને ૫જી જેવા જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી કરવી નહીં. તેમજ આ પ્રકારના બિયારણ વેચાતા હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટર અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ)ને તુરંત જાણ કરવી. વાવણી બાદ ખરીદેલ બિયારણનું પેકેટ/ થેલી તેમજ તેનું બીલ પણ સાચવી રાખવુ જરૂરી છે તેમ મોરબી જિલ્લાના નાયબ ખેતી નિયામકશ્રી કે. જી. પરસાણીયાની યાદીમાં જણાવાયું છે.

Related posts

*જામનગર એસટી ડેપોમાં નિષ્ઠાથી ફરજ બજાવનાર એસટી ડ્રાઇવર સ્વેચ્છિક નિવૃત્તિ લેતા સાલ ઓઢાડી સન્માનિત કરાયા*

Hello Morbi

*મોરબી જિલ્લા ના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના ફેન્સી* *નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: લોકજનશક્તિ પાર્ટી (𝐑) મા જોડાવવા માટે પાર્ટીના અધ્યક્ષની હાકલ*

editor

Leave a Comment