
મોરબી જીલ્લા સહિત અલગ અલગ જીલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી કુલ-૧૦ મંદિર ચોરી કરનાર ઇસમને પકડી પાડી મંદિર ચોરીનો ભેદ ઉકેલતી મોરબી તાલુકા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ચોરીના બનાવો અટકાવવા તેમજ અન-ડીટેકટ ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય dil, Bys-2 કી તેમજ ખની
જે અન્વયે મ્હે. પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા નાઓ સર્વેલન્સ સ્ટાફ સાથે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૫૨૩૧૮૬૬/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૩૮૦ મુજબના કામે મોરબી તાલુકાના લીલાપર ગામ, મેલડી માતાજીના મંદિરમાંથી સોનાના છત્તર નંગ-૦૨ ની ચોરી થયેલ હોય જે અનુસંધાને વોચ તપાસમાં હતા દરમ્યાન પોલીસ કોન્સ. રમેશભાઇ રાજાભાઇ મુંધવા નાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, મોરબી તાલુકાના લીલાપર ગામે, મેલડી માતાજીના મંદિરમાં થયેલ છત્તર ચોરીનો આરોપી કે જેને જીન્સનુ પેન્ટ તથા સફેદ-આછા લીલા કલરનો કથ્થાઇ-બ્લ્યુ કલરની ચેકસવાળો શર્ટ પહેરેલ છે વિગેરે મતલબેની મળેલ ખાનગી બાતમી હકીકત આધારે પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા નાઓ સર્વેલન્સ સ્ટાફની ટીમ સાથે મોરબી તાલુકાના મચ્છુ નદીના જોધપર (નદી) ગામ તરફના પુલના છેડે વોચ તપાસમાં હતા દરમ્યાન હકીકત વાળો ઇસમ લપાતો છુપાતો નીકળતા મજકૂર ઇસમને પકડી પાડી મજકૂર ઇસમની અંગઝડતીમાંથી પોતે ચોરીમાં મેળવેલ સોનાના છત્તર નંગ-૦૨ સાથે મળી આવતા જે બાબતે પુછપરછ કરતા પોતે ગુન્હાની કબુલાત આપતો હોય તેમજ આ સિવાયની પણ નીચે જણાવેલ મંદિર ચોરીઓને અંજામ આપેલ હોવાનુ જણાવતા મજકૂર ઇસમને ઉપરોકત ગુન્હાના કામે અટક કરી આગળની તપાસ પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા નાઓ ચલાવી રહેલ છે. *Z
આરોપી :-
(૧) સાગરભાઇ ઉર્ફે લાલો કમલેશભાઇ ગોહેલ જાતે.રજપુત ઉ.વ.૩ર, રહે. રાજકોટ, છોટુનગર હુડકો ચોકડી પાસે, પટેલપાન વાળી શેરીમાં, મુળ રહે. ગોંડલ, મોટી બજાર, સંગાણી શેરી, જી.રાજકોટ.
– કબ્જે કરેલ મુદ્દામાલ :- આશરે એક-એક તોલા વજનના સોનાના છત્તર નંગ-૦૨ કિં.રૂ.૮૦,૦૦૦/-
મંદિર ચોરીની કરેલ કબુલાત :-
આજથી આશરે ચારેક માસ પહેલા ગોંડલ તાલુકાના મેટોડાથી લોધીકા જતા ચીભડા ગામે હનુમાનજીના મંદિરમાંથી બપોરના સમયે ચોરી કરેલાની કબુલાત આપેલ છે.
આજથી આશરે ચારેક માસ પહેલા ટંકારા તાલુકાના હડમતીયા ગામે ચામુંડા માતાજીના મઢમાંથી બપોરના સમયે ચોરી કરેલાની કબુલાત આપેલ છે.
આજથી આશરે સાડા ત્રણ માસ પહેલા રાજકોટ તાલુકાના થોરાળા વિસ્તારના તરખળીયા દાદા રામાપીરના મંદિરમાંથી ચોરી કરેલાની કબુલાત આપેલ છે.
આજથી આશરે ત્રણ માસ પહેલા જુનાગઢના વડાલ ગામ પાસે દશામાંના મંદિરમાંથી ચોરી કરેલાની કબુલાત આપેલ છે.
આજથી આશરે બે માસ પહેલા ધ્રોલ તાલુકાના લતીપર ગામની વાડીમાં મેલડી માતાજીના મંદિરમાંથી
ચોરી કરેલાની કબુલાત આપેલ છે.
આજથી આશરે દોઢ માસ પહેલા રાજકોટથી કાલાવાડ જતી મોટા વડાળા ચામુંડા માતાજીના મઢમાંથી ચોરી કરેલાની કબુલાત આપેલ છે.
આજથી આશરે દોઢ માસ પહેલા સાવરકુંડલા પહેલા આશરે ૦૨ કિ.મી. દૂર ખોખરીયા હનુમાનજીના
મંદિરમાંથી ચોરી કરેલાની કબુલાત આપેલ છે.
આજથી આશરે એકાદ માસ પહેલા ધોરાજી-પાટણવાવ વચ્ચે રાંદલ માતાજીના મંદિરમાંથી ચોરી કરેલાની કબુલાત આપેલ છે.
આજથી આશરે ૨૫ દિવસ પહેલા જશદણથી ઘેલા સોમનાથ જતા કડકધાર ખોડીયાર માતાજીના
મંદિરમાંથી ચોરી કરેલાની કબુલાત આપેલ છે.
મોડેસ ઓપરેન્ડી :- મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના સિવાયના અન્ય ગુન્હામાં અન્ય આરોપી અભય
ઉર્ફે શનિ ધીરૂભા ચૌહાણ જાતે રજપુત ઉ.વ.૨૭, રહે. રાજકોટ, હુડકો ચોકડી પાસે, છોટુનગર પાસે, રાજકોટ, હાલ રહે. દિલ્હી વાળા સાથે મળી પ્રથમ ગુગલ મેપ એપ્લીકેશનમાં અલગ-અલગ મંદિરો સર્ચ કરી તેમાં આભુષણો ચકાસી દિવસ દરમ્યાન તે મંદિરે પ્રસાદી, નાળીયેર, અગરબત્તી વિગેરે સાથે માનતાના કરવાના બહાને જઇ માણસોની ગેરહાજરીનો લાભ લઇ ચોરી કરવાની એમ.ઓ. ધરાવે છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ઃ- પોલીસ ઇન્સેકટરશ્રી કે.એ.વાળા તથા પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા તથા એ.એસ.આઇ જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમાર તથા વનરાજભાઇ ચાવડા તથા હરેશભાઇ આગલ તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા કુલદિપભાઇ કાનગડ તથા રમેશભાઇ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા કેતનભાઇ અજાણા તથા ભગીરથભાઇ લોખીલ તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દિપસિંહ ચૌહાણ તથા યશવંતસિંહ ઝાલા નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે. એલજી ઓએ
