• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:સંભવિત બિપરજોય વાવાઝોડાના સંકટ દરમિયાન માળીયા તાલુકા ના સરવડ પ્રા.આ.કેન્દ્ર ખાતે સગર્ભા બહેનની સફળતાપૂર્વક ડિલિવરી કરાવવામાં આવી*

*સંભવિત બિપરજોય વાવાઝોડાના સંકટ દરમિયાન માળીયા તાલુકા ના સરવડ પ્રા.આ.કેન્દ્ર ખાતે સગર્ભા બહેનની સફળતાપૂર્વક ડિલિવરી કરાવવામાં આવી*

સંભવિત બિપરજોય વાવાઝોડા અંતર્ગત ગઈ કાલે માનનીય નાણાં મંત્રીશ્રીકનુભાઈદેસાઈ,મોરબી-
માળીયા ધારાસભ્ય શ્રી કાંતિલાલ અમૃતિયા ,મોરબી પ્રભારી સચિવ શ્રી મનીષા ચંદ્રા મેડમ ,માનનીય કલેકટરશ્રી જી.ટી.પંડ્યા ,માનનીય ડીડીઓ શ્રીડી.ડી.જાડેજા ,પોલીસ અધિક્ષક શ્રીરાહુલત્રિપાઠી,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ચંદુભાઈ સિહોરા,અન્ય આગેવાનો પ્રાંતઅધિકારીશ્રી હર્ષદીપ આચાર્ય સી.ડી.એચ.ઓ. શ્રી ડો.કવિતાબેન દવે દ્વારા મોરબી જિલ્લાના માળીયા(મી.)તાલુકાના પ્રા.આ.કેન્દ્ર સરવડ ની મુલાકાત લેવામાં આવી હતી. અને બીપરજોય વાવાઝોડા ને લગત કરવાની થતી કામગીરી નું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.એ સમયે બિપરજોય વાવાઝોડાની ગંભીરતા ને ધ્યાને લેતા જે સગર્ભાબહેનો ને ડિલિવરી ની તારીખ નજીક હોય એવા ૩ સગર્ભા બહેનોને પ્રા.આ.કેન્દ્ર સરવડ ખાતે એડમિટ કરવામાં આવેલ હતા.અને માનનીય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ,મોરબી માળિયા ના ધારાસભ્ય શ્રી,પ્રભારી સચિવશ્રી,કલેકટરસાહેબ,પોલીસ અધિક્ષકશ્રી,ડીડીઓ સાહેબ,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી,પ્રાંત અધિકારી શ્રી અને સી.ડી.એચ.ઓ.શ્રી , ટીએચઓ માળીયા દ્વારા સગર્ભા બહેનો ની મુલાકાત કરવામાં આવી હતી. આજે સવારે ૧૦ વાગ્યે એ સગર્ભા બહેનો માં થી ૧ બહેનની પ્રા.આ.કેન્દ્ર સરવડ ના મેડિકલ ઓફિસર શ્રી ડો નિરાલી ભાટીયા ,નર્સિંગ સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. જન્મ સમય નું બાળકનું વજન ૩.૬ કિગ્રા છે.અને હાલ માતા અને બાળક ની તબિયત તંદુરસ્ત છે.

Related posts

*HELLO MORBI:મોરબી જિલ્લામાં બુટવડા, રામપર, ખોડ, ચંદ્રગઢ, ચાંચાંવદરડા, મહેન્દ્રપુર સહિતના ગામોમાં શાળાઓમાં સફાઈ અભિયાન હાથ ધરાયું*

editor

*દુઃખદ અવસાન બેસણું હડીયાણા*

Hello Morbi

*ખંભાત થી વડોદરા રૂટની એસટી બસના મુસ્લિમ કંડકટર ની પ્રમાણિકતા*

Hello Morbi

Leave a Comment