• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઉનાના કોબ ગામના કાદી વિસ્તારના રહેણાક નાં મકાનો માં પાઇપલાઇન મારફતે જોડાણ અપાયું*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

આજરોજ પવિત્ર નવરાત્રી મહોત્સવ નાં પ્રથમ દિવસે ઉનાના પુર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ નાં માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયત નાં સભ્ય લખમણભાઈ બાંભણિયા નાં નેજા હેઠળ ઉના તાલુકાના દરિયાકાંઠા વિસ્તારનાં કોબ ગામના કાદી વિસ્તારમાં આશરે 50 થીં વધુ મકાનો નાં પરિવારો માટે રહેણાંક વિસ્તારમાં કેસરીયા જુથ પાણી પુરવઠાની કેસરીયા થી ચીખલી ગામની પસાર થતી પાઈપલાઈન માંથી પાણીનું કનેકશન જોડાણ કરવામાં આવ્યું હતું.

અંહિયા વસવાટ કરતા લોકો માટે પીવાના પાણી માટે કોઈ સગવડ ઉપલબ્ધ હોય નહીં જેથી લોકો ને પાણી માટે ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી જેથી સ્થાનિક લોકોની માંગણી ને ધ્યાને લઇ પાણીની સમસ્યા દૂર કરવામા આવી છે.

 

જેથી ગામના સ્થાનિક લોકોએ પુર્વ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ, જિલ્લા પંચાયતના સદસ્ય લખમણભાઇ બાંભણીયા તેમજ પાણી પુરવઠા બોર્ડ નો આભાર પ્રગટ કરી ખુશી ની લાગણી વ્યક્ત કરી હતી.

 

આ તકે કોબ જિલ્લા પંચાયત નાં સદસ્ય લખમણભાઈ બાંભણિયા, કોબ ગામના સરપંચ પાંચાભાઈ ભાલીયા સહિતના આગેવાનો અને યુવાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

*મુસ્લિમ સમાજમાં આઇકોનિક કામગીરી બદલ ખ્યાતનામ આગેવાન ઇમ્તિયાઝ પઠાણને અપાયો INGENIOUS ICONS AWARDS – 2021*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી ૧૮૧ અભયમ ટીમની સરાહનીય કામગીરી; ઘરેથી નિકળી ગયેલા અજાણ્યા મહિલાનું પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:સિરામિક એસોસિએશન, વેપારી, પાટીદાર સમાજ ના આગેવાન દ્રારા સમાજ જાગૃતિ દ્રારા ગરબા ક્લાસીસ બંધ કરાવવા માટે જંગી જાહેર સભા યોજાઈ*

editor

Leave a Comment