• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ મોરબી જિલ્લા કંટ્રોલરૂમની મુલાકાત લીધી;અધિકારીઓ સાથે વાત કરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી*

*મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ મોરબી જિલ્લા કંટ્રોલરૂમની મુલાકાત લીધી;અધિકારીઓ સાથે વાત કરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી*

*મંત્રીશ્રીએ કંટ્રોલ રૂમના રજીસ્ટર – રેકોર્ડ તપાસી કંટ્રોલ રૂમની કામગીરીનું નિરીક્ષણ કરી સમીક્ષા કરી*

*માહિતી બ્યુરો, મોરબી*
નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ આજે સવારે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. મંત્રીશ્રીએ કંટ્રોલ રૂમ ખાતેથી જ માળિયા પ્રાંત અધિકારીશ્રી તેમજ આમરણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સાથે ફોન જોડી ત્યાંની સ્થિતી વિશે માહિતી મેળવી હતી અને ત્યાં કરવામાં આવેલી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી હતી. ઉપરાંત મંત્રેશ્રીએ સેટેલાઈટ ફોન વડે વવાણીયાના તલાટી વિશાલ દવે સાથે કોલ જોડી સેટેલાઈટ ફોનની કામગીરી અંગે ખાતરી કરી હતી. જિલ્લા કંટ્રોલ રૂમ ખાતેના રજીસ્ટર તપાસી ફરિયાદના નિવારણ માટે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીની પણ જાણકારી મેળવી હતી. વધુમાં મંત્રીશ્રીએ કંટ્રોલ રૂમના કર્મચારીઓ સાથે વાતચીત કરી મળેલી ફરિયાદોનું નિરાકરણ કેવી રીતે કરવામાં આવી રહ્યું છે તે સંદર્ભે જાણકારી મેળવી જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી અને કામગીરીનું નિરીક્ષણ અને સમીક્ષા કરી હતી. ઉપરાંત મંત્રીશ્રીએ મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકત લઈ ત્યાં આકસ્મિક સંજોગો માટે ઉભી કરવામાં આવેલી વ્યવસ્થા બાબતે પણ સમીક્ષા કરી હતી.
આ તકે કલેક્ટરશ્રી જી.ટી.પંડ્યાએ મંત્રીશ્રીને કંટ્રોલ રૂમની સમગ્ર કામગીરી અને ફરિયાદ નિવારણ માટેના પગલાઓથી વાકેફ કર્યા હતા.
આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રી સાથે મોરબી જિલ્લા પ્રભારી સચિવશ્રી મનિષા ચંદ્રા, જિલ્લા કલેક્ટરશ્રી જી.ટી. પંડ્યા, મોરબી-માળિયા ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા,નાયબ ચૂંટણી અધિકારીશ્રી એસ.એમ. કાથડ, ડિઝાસ્ટર કચેરીના ડી.પી.ઓ. શ્રી આમરીન ખાન અને કંટ્રોલ રૂમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા

Related posts

*HELLO MORBI: ગુજરાતમાં સંભવિત કોરોના વેવનો સામનો કરવા આરોગ્ય તંત્ર સજ્જ:* *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ*

Hello Morbi

*પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના નિવાસસ્થાને વધુ એક ઘડિયા લગ્ન યોજાયા*

Hello Morbi

*HELLO MORBI:ગુજરાત વિધાનસભા ના પૂર્વ સ્પીકર ડો.નિમાબેન આચાર્ય તથા લોકસભા ના પૂર્વ સાંસદ ઉષાબેન ઠક્કર ને ધારાસભ્ય ના સન્માન સમારોહ નુ રૂબરૂ આમંત્રણ પાઠવતા મોરબી તથા વાંકાનેર ના રઘુવંશી અગ્રણીઓ.*

Hello Morbi

Leave a Comment