
મોરબી તાલુકાના વિસ્તારમાં બેંકના એ.ટી.એમ. તોડી ચોરી કરવાની કોશિષ કરનાર ત્રિપુટીને પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ રાજકોટ રેન્જમાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તથા અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અન-ડીટેકટ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
મોરબી તાલુકાના ટીંબડી ગામના પાટીયા નજીક આવેલ આનંદ મયાણી કોમ્પલેક્ષમાં આવેલ એકસીસ બેંક તથા પીપળી ગામ, મનિષ વે બ્રિજ કાંટા પાસે આવેલ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા એ.ટી.એમ. તોડી ચોરી કરવાની કોશિષ થયેલ જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૧૮૯૦૦૫૨૩ ૧૧૯૪/૨૦૨૩ ઇ.પી.કો. કલમ-૪૫૭, ૪૬૧, ૩૮૦, ૫૧૧, ૧૧૪ મુજબનો ગુન્હો દાખલ થયેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સદરહું ગુન્હો શોધી કાઢવા અધિકારીશ્રી તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ સી.સી.ટી.વી. કેમેરા તથા હ્યુમન સોર્સીસ મારફતે પ્રયત્નશીલ હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ અજીતસિંહ પરમાર તથા પોલીસ કૉન્સ જીતેનદાન ગઢવી તથા ભગીરથભાઈ લોખીલ નાઓને સંયુકત મળેલ ખાનગીરાહે બાતમી હકીકત આધારે આજરોજ મોરબી તાલુકાના પીપળી ગામ પાસે જેતપર રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ પાસેથી ચોરીની કોશિષ કરનાર ત્રિપુટીને પકડી પાડી સઘન પુછપરછ કરતા ગુન્હાની કબુલાત આપતા ગુન્હામાં વપરાયેલ મોટર સાયકલ તથા એ.ટી.એમ. તોડવામાં ઉપયોગમાં લીધેલ હથિયાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા નાઓ ચલાવી રહેલ છે.
(૧) સુનિલ છગનભાઇ પરમાર / આદીવાસી ઉ.વ.ર૧ (૨) અનિલ છગનભાઇ પરમાર / આદીવાસી ઉ.વ.૧૯ (૩) જીતેન્દ્ર ગોંવિદભાઇ જાદવ / આદીવાસી, ઉ.વ.૧૯ રહે. ત્રણેય હાલ-લૈંચસ સિરામીક, મનિષ કાંટા પાસે, બેલા રોડ, પીપળી, તા.જી.મોરબી, મુળ રહે. રહે, નેવાડી, જેન્ડીમાલ ફળીયુ, જી.બડવાની, મધ્યપ્રદેશ
કબ્જે કરેલ મુદ્દામાલ :- (૧) લોખંડની અણીદાર પટ્ટી (૨) પકકડ (૩) મોઢે બાંધવાના કાળા તથા સફેદ કલરના કપડા કિરૂ.૦૦/૦૦ તથા (૪) લાલ-કાળા કલરનું CBટ મોટર સાયકલ જેના રજી.નં. GJ-03-L-4716 કિં.રૂ. ૧૫,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ શ્રી કે.એ.વાળા પોલીસ ઇન્સ્પેકટર તથા પો.સ.ઇ. વી.જી.જેઠવા તથા
એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પો.હેડ કોન્સ. દિનેશભાઇ બાવળીયા તથા અજીતસિંહ પરમાર તથા પોલીસ કોન્સ. રમેશભાઇ મુંધવા તથા દિવ્યરાજસિંહ જાડેજા તથા ભગીરથભાઇ લોખીલ તથા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા જીતેનદાન ગઢવી તથા કેતનભાઇ અજાણા તથા પૃથ્વીરાજસિંહ જાડેજા તથા દેવશીભાઇ મોરી નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.
