
બાગાયત ખાતાની વિવિધ યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ પર
તા. ૨૬/૦૪/૨૦૨૬ સુધી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજી કરી શકાશે
*મોરબી, ૨૭ માર્ચ*
સરકારશ્રીના બાગાયત ખાતાની વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓ માટે કૃષિ યાંત્રીકરણમાં પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ, પ્રોસેસીંગના સાધનો, ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો (વજનકાંટા તથા પ્લાસ્ટિક ક્રેટસ), દેવીપુજક ખેડુતોને તરબૂચ,ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, સરગવાની ખેતીમાં સહાય, વેલાવાળા શાકભાજીપાક માટે ટીસ્યુકલ્ચરથી ઉત્પન્ન થયેલ પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, બાગાયતી પાકોમાં વોટર સોલ્યુબલ ખાતરમાં સહાય, કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ) ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, પપૈયા- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, સ્વરોજગારલક્ષી બાગાયતી નર્સરી વિકાસ કાર્યક્રમ, ખેતર પરના ગ્રેડીંગ, શોર્ટીગ, પેકીંગ એકમ ઉભા કરવા સહાય, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન, આંબા તથા લીંબુ ફળપાકના જુના બગીચાઓને નવસર્જન માટે સહાય, ક્રોપ કવર, ફ્રુટ કવર, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ. વગેરે તમામ ઘટકો માટે તા.૨૬/૦૪/૨૦૨૬ સુધી દરેક ખેડુતો માટે યોજનાઓમાં લાભ લેવા અરજી કરવા આઇ-ખેડુત પોર્ટલ ૨.૦ ( http//ikhedut.gujarat.gov.in) ખુલ્લુ મુકવામાં આવેલ છે.
બાગાયતદારોને ઉપરોક્ત ઘટકોમાં સહાય લેવા માટે ખેડુત પોર્ટલ ૨.૦ ( http//ikhedut.gujarat.gov.in) પર નોંધણી કર્યા બાદ જ ખેડુતો અરજી કરી શકશે. તેમજ અરજીમાં જણાવ્યા મુજબના કાગળો અપલોડ કરી અરજી કન્ફર્મ કરી અરજીની પ્રીન્ટ લઇ ખેડુતોએ પોતાની પાસે જ રાખવાની રહેશે. જેની નકલ મંજુરી મળ્યા બાદ ક્લેઇમ સબમીટ કરતી વખતે સહિ કરી જરૂરી સાધનિક કાગળો સાથે જીલ્લાની નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, રૂમ નં. ૨૨૬-૨૨૭-તાલુકા સેવા સદન, લાલબાગ, મોરબીના સરનામે રજુ કરવાના નાયબ બાગાયત નિયામક મોરબીની યાદીમા જણાવેલ છે
