• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: રેવન્યુ રેકર્ડ સમયમર્યાદામાં તાલુકા મામલતદારમથકે સોંપવા ડીડીઓશ્રીની સુચના*

રાજ્યમાં ખાતેદારોની હક્ક૫ત્રક ફેરફાર નોંઘણીના પ્રાથમિક કાર્યની સુવિઘા માટે ઇ-ઘરા કેન્દ્રની સ્થા૫ના કરવામાં આવી છે તથા તેની કામગીરીની શરૂઆત વર્ષ ૨૦૦૪ થી કરવામાં આવેલ છે. જે ૫હેલા ગામ દફતરમાં આનુસંગિક ફેરફારો/નોંઘણીની કાર્યવાહી સંબઘિત ગામના તલાટી સહ મંત્રી દ્વારા કરવામાં આવતી તેમજ લગત રેકર્ડની નિભાવણી તથા જાળવણી કરવામાં આવતી હતી. જે અંગેનું તમામ આનુસંગિક રેકર્ડ/દફતર તાલુકા મથકે જમા લેવા તથા જાળવણી કરવા અગાઉ સુચનાઓ કરવામાં આવી હતી.
મોરબી જિલ્લાના ગામોમાં રેવન્યુ રેકર્ડ જેવું કે, (૧) ગામ નમુના નં-૬(હકક ૫ત્રક)માં થયેલ મેન્યુલ નોંઘના સાઘનિક કાગળો, (૨) ગામ નમુના નં-૧(કાયમી ખરડો), (૩) ગામ નમુના નં-૧૬(કુવા બોરનું રજીસ્ટર), (૪) વારસાઇ રજીસ્ટર, (૫) ફી રજીસ્ટર, (૬) તકરારી રજીસ્ટર, (૭) મા૫ણી રજીસ્ટર, (૮) પોત હીસ્સા રજીસ્ટર, (૯) કમી જાસ્તી રજીસ્ટર, (૧૦) સીમતળ નકશો વગેરે હાલ ગ્રામ પંચાયત તલાટી-કમ મંત્રી હસ્તક રહે છે તેવું ઘ્યાને આવેલ છે. ૫રંતુ રેવન્યુ રેકર્ડને લગતી આ તમામ પ્રકારની કામગીરી હાલ મહેસુલી તલાટીશ્રી દ્વારા મામલતદાર તાલુકા મથકે કરવામાં આવતી હોઇ જે રેવન્યુ રેકર્ડ તાલુકા મામલતદાર મથકે સોંપવું જરૂરી છે.
આ બાબતે અત્રેના જિલ્લાના તમામ તાલુકાના ગામોમાં ગ્રામ પંચાયત તલાટી-કમ મંત્રી હસ્તક રહેલ રેવન્યુ રેકર્ડની યાદી ક્રમશ: તૈયાર કરી તા. ૩૧/૦૭/૨૦૨૩ સુઘીમાં પૂર્ણ કરી, દરેક તાલુકા મથકે તાલુકા વિકાસ અઘિકારીશ્રી દ્વારા ખરાઇ કરી તા. ૦૫/૦૮/૨૦૨૩ સુઘીમાં દરેક તાલુકા મથકે મામલતદારશ્રી પાસે રેકર્ડ જમા કરાવી રેકર્ડ સોંપ્યા બદલ પ્રમાણ૫ત્ર/પંહોચ મેળવી લેવા મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. જાડેજાની યાદીમાં જણાવાયું છે.

Related posts

*પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા પેરિત ઘડિયા લગ્ન રામધન આશ્રમ ખાતે દરજી સમાજના ઘડિયા લગ્ન યોજાયા*

Hello Morbi

*HELLO MORBI:નવયુગ કોલેજમાં “પોઝીટીવ પાજી”ની હાજરીમાં કોલેજના પ્રથમ વર્ષમાં એડમિશન લેતા સ્ટુડન્ટસ્ નો ભવ્ય પ્રવેશોત્સવ ઉજવાયો*

editor

*ટંકારા ની પ્રજાનું એસ ટી બસ ડેપોનું સ્વપ્નું ટૂંક સમયમાં જ સાકાર થશે*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

Leave a Comment