
હળવદ પોલીસ સ્ટેશન ખાતેના વિસ્તારમાંથી સગીયવયની બાળકિશોર બાળાનુ અપહરણ કરી લઈ જનાર આરોપીને પકડી પાડતી હળવદ પોલીસ
હે..G.P સાહેબ શ્રી રાજકોટ વિભાગ રાજકોટ તથા પોલીસ અધીક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબની નાઓની સુચના મુજબ મહિલા અને બાળકો વિરૂધ્ધ બનતા બનાવોમાં સંવેદનશીલ રહી તાત્કાલીક કાર્યવાહી કરવા જણાવેલ હોય અને શ્રી નાયબ પોલીસ અધીક્ષક શ્રી પી.એ.ઝાલા સાહેબ નાઓએ સત્વરે આરોપીને પકડી લાવવા સુચના કરેલ હોય અને ઉપરોક્ત ગુનાના કામના આરોપી વિશાલ અજીતભાઈ કોળી રહે,ઈન્દ્રીરાનગર મોરબી વાળો આ કામના ફરીયાદી શ્રી ની સગીરવયની દિકરી ઉ.વ.૧૭ વર્ષ ૯ માસ વાળીને આ કામનો આરોપી વિશાલ બદકામ કરવાના ઈરાદાથી લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલી પણામાંથી અપહરણ કરી લઈ ગયેલ જેથી ફરીયાદીશ્રીએ તા.૧૨/૦૬/૨૦૨૩ ના કલાક ૨૨/૦૦ વાગ્યે હળવદ પોલીસ સ્ટેશન ખાતે આ કામના આરોપી વિરૂધ્ધમાં ફરીયાદ દાખલ કરવામાં આવેલ
આ કામના ફરીયાદી શ્રીની સગીરવયની દિકરીને છેલ્લા દોઢેક મહિના પહેલા આ કામનો આરોપી અપહરણ કરી લઈ ગયેલ હોય જેથી હળવદ પોલીસ સ્ટેશન ખાતેથી આ કામના આરોપીની શોધખોળ સારૂ અલગ અલગ ટીમો બનાવીને તેમજ ટેકનિકલ સોસ મારફતે તપાસ કરવામાં આવેલ અને આ કામનો આરોપી ચીત્રોડી ગામની સીમમાં હોવાની ખાનગી હકીકત મળતા ટેકનિકલ સોસ મારફતે તપાસ કરતા આ કામનો આરોપી ચિત્રોડી ગામની સીમમાં હોવાનુ જાણવા મળતા હળવદ પોલીસ સ્ટેશન ખાતેથી એક ટીમ બનાવી તાત્કાલીક રવાના કરતા આ કામનો આરોપી વિશાલકુમાર અજીતભાઈ ખાંભડીયા જાતે કોળી ઉ.વ.૨૪ રહેવાસી-ઈન્દ્રીરાનગર મોરબી મુળ રહે.ગોલાસણ તા.હળવદ વાળો ચિત્રોડી ગામની સીમમાંથી મળી આવતા હસ્તગત કરી આરોપીને હળવદ પોલીસ સ્ટેશન ખાતે લાવી આરોપીને તા.૧૯/૦૭/૨૦૨૩ ના કલાક ૨૧/૧૫ વાગ્યે ધોરણસર અટક કરવામાં આવેલ છે તેમજ હાલે આ ગુનાની તપાસ તજવીજ પો.ઈન્સ.કે.એમ.છાસીયા નાઓ સંભાળી રહેલ છે. તા-૨૦/૦૭/૨૦૨૩
