• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે રહેણાંક મકાનમાં તીનપતીનો જુગાર રમતા ઇસમોને પકડી પાડતી વાકાનેર તાલુકા પોલીસ*

વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે રહેણાંક મકાનમાં તીનપતીનો જુગાર રમતા ઇસમોને ગંજીપતાના પાના તથા રોકડ રૂ.-૨૨,૭૦૦/- તથા મોબાઇલ ફોન તથા મોટર સાયકલ મળી કુલ કી.રૂ.૬૧,૭૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમ

પોલીસ મહાનીરીક્ષકશ્રી રાજકોટ વીભાગ,રાજકોટ શ્રી અશોકકુમાર યાદવ સાહેબ નાઓ દ્વારા રાજકોટ રેન્જમાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ થાય તે સારૂ વધુમાં વધુ સફળ રેઇડો કરવા સુચના કરેલ હોય તથા I/C પોલીસ અધિક્ષકશ્રી શ્રી પી.એ.ઝાલા સાહેબનાઓ તરફથી મોરબી જીલ્લામાં પ્રોહીબીશન તથા જુગારની બદી સદંતર નાબુદ કરવા સારૂ પરીણામલક્ષી કામગીરી કરવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે સી.પી.આઇ.શ્રી,વાંકાનેર શ્રી વી.પી.ગોલ સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ અમો પોલીસ સબ ઇન્સ. બી.પી.સોનારા તથા વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ પ્રયત્નશીલ હોય દરમ્યાન એ.એસ.આઇ. ચમનભાઇ ચાવડા નાઓને મળેલ હકીકત આધારે વાંકાનેર તાલુકાના હોલમઢ ગામે આરોપી બીજલ ભીખાભાઇ કોળી ના રહેણાંક મકાનમાં ગંજીપતાના પાના તથા પૈસા વતિ જુગાર રમતા ઇસમો ઉપર રેઇડ કરી કુલ રોકડ રૂ.૨૨,૭૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૩ કી.રૂ.૯૦૦૦/- તથા મોટર સાયકલ-૦૧ કી.રૂ.૩૦,૦૦૦/- એમ મળી કુલ કી.રૂ.૬૧,૭૦૦/- ના મુદામાલ સાથે ત્રણ ઇસમોને પકડી પાડેલ તથા જુગાર રમાડનાર બીજલ ભીખાભાઇ કોળી રહે.હોલમઢ વાળો નાશી ગયેલ હોય જેથી તમામ ચારેય ઇસમો સામે જુગારધારા કલમ ૪,૫ મુજબનો ગુન્હો રજી. કરાવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ નાશી જનાર ઇસમને પકડી પાડવા ચક્રો ગતીમાન કરેલ છે આમ વાંકાનેર તાલુકા પો.સ્ટે. સર્વેલન્સ ટીમને જુગારધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
આરોપીઓના નામ
(૧) અશોકભાઇ નરશીભાઇ સારદીયા જાતે કોળી રહે.રાજકોટ,નવાગામ,આણંદપર તા.જી.રાજકોટ (૨) હરેશભાઇ રાજુભાઇ મકવાણા જાતે કોળી રહે.નવાગામ,રંગીલા સોસાયટી તા.જી.રાજકોટ
૩) દીનેશભાઇ ભગવાનજીભાઇ ગાંગાણી જાતે કોળી રહે.હોલમઢ તા.વાંકાનેર જી.મોરબી
(૪) બીજલભાઇ ભીખાભાઇ કોળી રહે.હોલમઢ તા.વાંકાનેર (નાશી જનાર)
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) ગંજીપત્તાાના પાના નંગ-પર કી.રૂ.૦૦/૦૦
(૨) ગંજીપત્તાનો નવો કેટ નંગ-૦૧ કી.રૂ.૦૦/૦૦
૨) રોકડા રૂપીયા-૨૨,૭૦૦/-
૩) મોબાઇલ ફોન નંગ-૦૩ કી.રૂ.૯૦૦૦/-
(૪) મોટર સાયકલ નંગ-૦૧ કી.રુ.૩૦,૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
આ કામગીરીમાં અમો પો.સબ.ઇન્સ. બી.પી.સોનારા તથા સર્વેલન્સ પો.હેડ.કોન્સ. મયુરધ્વજસિંહ જાડેજા તથા એ.એસ.આઇ. ચમનભાઇ ચાવડા તથા પો.કોન્સ. હરીચંદ્રસિંહ ઝાલા તથા સંજયસિંહ જાડેજા તથા રવીભાઇ કલોત્રા તથા વીજયભાઇ ડાંગર તથા અજયસિંહ ઝાલા રોકાયેલ હતા.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જામનગર: એસ ટી કર્મચારી ઓની પડતર માંગણી ને લઈને અમદાવાદ ખાતે શ્રમિક આક્રોશ રેલી યોજાશે*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લામાં ઈવીએમ-વીવીપેટ અંગે લોકોને જાગૃત કરવા મોબાઈલ ડેમોન્સટ્રેશન વાન (MDV)ને પ્રસ્થાન કરાવતા કલેકટરશ્રી જી.ટી. પંડ્યા*

editor

*ડીસાના બે મહાનુભાવોનું વિશ્ર્વ હિંદુ પરિષદ પ્રખંડ દ્રારા કરવામાં આવેલ સન્માન*

Hello Morbi

Leave a Comment