• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી: નાગલપર ગામની સીમમાંથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

મોરબી તાલુકા વિસ્તારમાં નાગલપર ગામની સીમમાં આવેલ ખારાની વેણ માંથી એક ઇસમને ગેર કાયદેસર દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી
તા.૧૬/૦૯/૨૦૨૩
પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટનાઓ દ્વારા તેમજ પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ, મોરબી જિલ્લાનાઓએ ગેરકાયદેસર હથિયારો રાખતા ઇસમો તેમજ અસામાજીક પ્રવૃત્તિ આચરતા ઇસમો શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ રાખેલ હોય જે અન્વયે શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબીના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ચાર્ટર મુજબની કામગીરી કરવા એસ.ઓ.જી.સ્ટાફ મોરબી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન પોલીસ કોન્સ. માણસુરભાઇ દેવદાનભાઇ ડાંગર ને બાતમી મળેલ કે, નાગલપર ગામની સીમમાં આવેલ ખારા તરીકે ઓળખાતી સીમમાં ખારાની વેણમાં એક વ્યક્તિ શરીરે આછો વાદળી કલરનો શર્ટ તથા ગ્રે-કલરનુ નાઇટી પેન્ટ પહેરેલ વ્યક્તિ જેનુ નામ કિશોર હિરાભાઇ રહે. નાગલપર વાળો હાલમાં એક દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે આંટાફેરા મારે છે. તેવી બાતમી હકીકત આધારે સદરહુ જગ્યાએ રેઇડ કરતા મળેલ હકીકત મુજબના વર્ણન વાળો ઇસમ નીચે જણાવ્યા મુજબના નામ સરનામા તથા મુદામાલ સાથે મળી આવતા તેના વિરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એકટ મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ સરનામુ :-
કિશોરભાઇ હિરાભાઇ અટક રૂદાતલા જાતે કોળી ઉવ.૪૪ ધંધો.ખેતી રહે.અમરાપર તા.જી.મોરબી > પકડાયેલ મુદામાલની વિગત :-
ગે.કા.દેશી હાથ બનાવટની જામગરી નંગ-૧, કિં.રૂ.૨૦૦૦/-
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારીઓ :-
શ્રી એમ.પી.પંડ્યા, પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી.મોરબી તથા શ્રી પો.સબ ઇન્સ. એમ.એસ.અંસારી તથા શ્રી કે.આર.કેસરીયા તેમજ એ.એસ.આઇ. રસીકભાઇ કડીવાર તથા કિશોરદાન ગઢવી તથા પોલીસ હેડ કોન્સ. શેખાભાઇ મોરી તથા જુવાનસિંહ રાણા તથા મહાવિરસિંહ પરમાર તથા મુકેશભાઇ જોગરાજીયા તથા પોલીસ કોન્સ્ટેબલ પૈકી માણસુરભાઇ ડાંગર તથા ભાવેશભાઇ મિયાત્રા તથા આશીફભાઇ ચાણકીયા તથા સામંતભાઇ છુછીયા તથા કમલેશભાઇ ખાંભલીયા તથા અંકુરભાઇ ચાંચુ વિગેરે જોડાયેલ હતા.

Related posts

*મોરબી ના પાંચ સહિત રાજકોટ રેન્જ આઈજીએ પાંચ જિલ્લામાં ફરજ બજાવતા 40 ASIના પી એસ આઇ તરીકે બઢતીના ઓર્ડર કર્યા*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા રઘુવંશી યુવક મંડળના પ્રમુખ અક્ષય કટારીયા નો આજે જન્મદિવસ શુભેચ્છા ની વર્ષા*

editor

*મોરબી પંથકમાં ડિજિટલ ગુજરાતમાં આધુનિક ખેતી તરફનો વળાંક લઈ મોસમ નું વાવેતર કરી ખારેક નો મબલક પાક મેળવતા દેવજીભાઈ કુંભર વાડીયા*

Hello Morbi

Leave a Comment